શ્રી વિવેક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મન મંદિર સ્કૂલ બોટાદ ના ધોરણ 11 અને 12 ના કોમર્સ નાબાળકોએ લાઠીદડ ખાતે ચાલતી તસુ sky textile and pintex ની મુલાકાત લીધી હતી.
વર્તમાન સમયમાં જ્યારે ઉદ્યોગોનું મહત્વ વધતું જાય છે ત્યારે વેપાર અને વિનિમય ને સમજવા તથા વૈશ્વિક બજાર ને જાણવાના ઉમદા હેતુથી આજે બપોરે એક વાગ્યે સ્થળ પર જઈને સમજ મેળવી હતી તસુ textile તરફથી પણ બાળકોને ઉત્પાદન અને બજારનું ઝીણવટ પૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુલાકાત પૂર્ણ કરીને બધા બાળકોને ઈન્દ્રપરસ્થ મહાદેવના સાનિધ્યમાં સમૂહમાં વન ભોજન કર્યું હતું આ કાર્યક્રમમાં કોમર્સ વિભાગના શિક્ષકો એ ખૂબ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. (તસ્વીર : રીમલ બગડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy