બજેટની નિરાશા દુર: શેરબજાર ફરી તેજીના માર્ગે દોડયુ: 800 પોઈન્ટનો ઉછાળો

India, Business | 02 February, 2024 | 11:29 AM
તમામ શેરોમાં ધૂમ લેવાલી: અદાણી પોર્ટ ઉછ્ળ્યો
સાંજ સમાચાર

રાજકોટ,તા.2
કેન્દ્ર સરકારનાં સામાન્ય બજેટનાં દિવસે નબળા રહેલા શેરબજારમાં આજે ફરી જાન આવી હોય તેમ તેજીની રોનક છવાઈ હતી. ચૂંટણી છતાં કોઈ પ્રલોભનો નહી આપીને માત્ર વિકાસ પર જ ફોકસ રાખવાની સરકારે હિંમત કરી હોવાની બાબતને વધાવવામાં આવી હોય તેમ સેન્સેકસમાં 800 પોઈન્ટથી અધિકની તેજી થઈ હતી.

શેરબજારમાં આજે શરૂઆત જ ગેપ-અપ હતી. હેવીવેઈટ સહીત મોટાભાગનાં ક્ષેત્રોનાં શેરોમાં ધુમ લેવાલી હતી. ચૂંટણી વર્ષ છતાં સરકારે લોકપ્રિય પગલા લીધા નથી તેના આધારે મોદી સરકારને ફરીથી ચુંટાવાનો ભરોસો હોવાનું ગણિત નિષ્ણાંતો માંડી રહ્યા છે.

ચૂંટણી બાદ સરકાર વિકાસને વેગ આપતા વધુ મહત્વપૂર્ણ કદમ ઉઠાવશે. ભારતની વિકાસની ગાડી પુરપાટ દોડશે. તેવા આશાવાદ હેઠળ માર્કેટમાં તેજીનો ધમધમાટ હતો જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે આર્થિક વિકાસ અને રાજકીય સ્થિરતામાં કોઈ જોખમ ન હોવાનું વચગાળાનાં બજેટ પરથી સુચવાય છે અને તેનાં પ્રભાવ હેઠળ માર્કેટ ફરી તેજીનાં માર્ગે ચડી ગયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

શેરબજારમાં આજે મોટાભાગનાં શેરો ધુમ લેવાલીથી ઉંચકાયા હતા. જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, મહીન્દ્ર, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ,સ્ટેટ બેન્ક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઈટન, અલ્ટ્રાટ્રેક સીમેન્ટ, એશીયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, અદાણી પોર્ટ, ભારત પેટ્રોલીયમ હીરો મોટો જેવા શેરો ઉંચકાયા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ફરી વખત 72000 ની સપાટીને પાર થઈ ગયો હતો અને 815 પોઈન્ટના ઉછાળાથી 72460 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 245 પોઈન્ટના ઉછાળાથી 21943 હતો તે ઉંચામાં 21963 તથા નીચામાં 21812 હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj