ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ, 500 જેટલા લગ્નો અને ટ્રેડ શો

રાજકોટ હોટલ ઉદ્યોગની બમ્પર સીઝન : રૂમો મળવા મુશ્કેલ

Business, Sports | Rajkot | 14 February, 2024 | 05:34 PM
♦ 500 થી 600 નાની મોટી હોટલો ગેસ્ટ હાઉસના 8000 જેટલા રૂમો હાઉસ ફૂલ
સાંજ સમાચાર

♦  ટ્રેડ શોમાં આફ્રિકન દેશોથી આવતા મહેમાનો, ટેસ્ટ મેચના કારણે પાંચથી વધુ લક્ઝરી હોટલ ફુલ્લી બુક અને લગ્નગાળો હોવાથી દેશવિદેશથી આવતા મહેમાનોને ઉતારા અપાયા છે : ઉપરાંત ટંકારામાં હાલમાં જ 200 માં જન્મોત્સવના મહેમાનો પણ રાજકોટમાં રહ્યા હતા

રાજકોટ,તા.14
વર્ષ 2020 થી 2022 સુધી કોરોનાને કારણે અનેક ઉધોગોને આર્થિક રીતે ફટકો પડ્યો હતો. તેમાંથી એક હોટલ ઉદ્યોગ છે. પરંતુ હવે હોટલો માટે બમ્પર સીઝન હોય તેવું લાગે છે. રાજકોટમાં આ અઠવાડિયા માટે તમામ નાની મોટી હોટલો ફૂલ છે અને લોકોને રૂમ મળવા મુશ્કેલ છે. આ વર્ષે લોકો મન મૂકીને લગ્ન સહિતના આયોજનો કરે છે જેમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને બહારગામ થી મહેમાનો રાજકોટ આવે છે. 

હાલ અત્યારે રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાયો છે રાજકોટની બોલબાલા છે. રાજકોટમાં અંદાજે 500 થી વધુ નાની મોટી હોટલો છે. પરંતુ અત્યારે એક પણ હોર્ટમાં રૂમ ખાલી નથી હાલ લગ્ન સિઝન જામી છે. આજે વસંત પંચમી અને વેલેન્ટાઈ ડે હોવાથી ખાસ દિવસે હજારો લગ્ન યોજાશે રાજકોટના હોલ, પાર્ટી પ્લોટ, હોટલ ગ્રાઉન્ડ લગ્નોત્સવથી ફુલ છે.આ ઉપરાંત આવતીકાલથી રાજકોટના ગ્રાઉન્ડમાં ટેસ્ટમેચનું આયોજન કરાયું છે.આથી રાજય રાજયો માંથી પણ લોકો ક્રિકેટ નિહાળવા પહોચ્યા છે.

જેના કારણે રાજકોટની હોટલોનું બુકિંગ કુલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આંતર રાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદેશના મહાનુભાવો રાજકોટના મહેમાન બન્યા હતાં.જેમાં ઝીમ્બાબ્વેના એર્મ્બસેડર સહિત કોંગો બાગ્લાદેશ માંથી અતિથિ મહેમાન બન્યા હતા.આથી તેઓ પણ રાજકોટની હોટલોમાં ઉતર્યા હતાં.

અમદાવાદમાં વર્લ્ડકપ સમયે આવી જ સ્થિતિ સર્જાણી હતી.જેમાં અમદાવાદની તમામ હોટલો ફુલ બુક હતી અને ભાડા આસમાને પહોચ્યા હતાં. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હાલ રાજકોટની આજ પરિસ્થિતિ છે.એક તરફ લગ્ન ગાળો અને બીજી તરફ પાંચ દિવસનો ટેસ્ટમેચ આ બને અવસરમાં લોકો ઉમટી પડે છે.

સામાન્ય દિવસોમાં એક હોટલનું ભાડુ રૂ।3000 હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિ બાદ ભાડામાં 3 થી 8 ગણો ભાવ વધારો થયો છે. એક સામાન્ય હોટલનું ભાડું ઓનલાઈન રૂ।4900 થી 28000 થયું છે. આથી અન્ય શહેરોમાંથી આવતા લોકોને હોટેલ મળવા મુશ્કેલ તો બન્યા જ છે. સાથે ભાડા પણ મોંઘા થયા છે. છેલ્લી ઘડીએ એક પણ હોટલમાં રૂમ મળવા મુશ્કેલ છે.

લગ્ન પ્રસંગ 
રાજકોટમાં આજે અને એક સપ્તાહમાં 400 થી વધુ લગ્નો છે જેમાં હજારો મહેમાનો દેશ વિદેશથી આવવાના હોય તેથી તેમના ઉતારા માટે હોટેલ અને ગેસ્ટ હાઉસમાં રૂમો બુક કરવામાં આવ્યા છે. લગ્ન સમારોહ ઉપરાંત પ્રિ-વેડિંગ આયોજનો માટે પાર્ટી પ્લોટ, બેંકવેટ હોય બુક કરવામાં આવ્યા છે. હોટલ ઉદ્યોગને બમ્પર કમાણી એટલે થઈ રહી છે. 

 

ટેસ્ટ મેચ
રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ હોય અને બન્ને ટીમ અહીંયા 10 દિવસ માટે રોકાયા હોય તેથી અનેક હોટલો બુક કરવામાં આવી છે. ભારતીય ટીમ હોટલ સયાજી, ઇંગ્લેન્ડ ટીમ ફોરચ્યુનમાં રોકાઈ છે જે સંપૂર્ણ બુક છે. આ ઉપરાંત ટીવી બ્રોડકાસ્ટ, ઇંગ્લેન્ડ થી આવેલ ક્રિકેટ ફેન્સ અને મીડિયા લેમન ટ્રી હોટલ, ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓ અને મહેમાનો માટે હોટલ ફર્ન, લગૂન હોટલ, સરોવર પાર્ટીકો, આરપીજે હોટલ સહિતની હોટલોના મોટા ભાગના રૂમો બુક કરાયા છે. 

 

ટ્રેડ શો 

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ દ્વારા યોજાયેલ ટ્રેડ શોમાં આફ્રિકન દેશોના મહેમાનો ઉધોગપતિઓ રાજકોટ આવ્યા અને અનેક હોટલમાં રોકાયા છે.  એકસાથે અનેક આયોજનોના કારણે હાલ જે રૂમના ભાડા 2000 સામાન્ય રીતે હોય તેના ભાડા 20000 થી 25000 થઈ ચૂક્યા છે. હાલ છેલ્લી ઘડીઓ થતા કાર્યક્રમોના આયોજકોને રૂમો મળવા મુશ્કેલ મળે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj