અનંત અંબાણી-રાધિકા મર્ચંટની પ્રિ-વેડીંગ સેરેમનીમાં

દેશ-દુનિયાના ઉદ્યોગ માંધાતાઓ જામનગરમાં અંબાણીના મહેમાન બનશે

India, World, Gujarat | Jamnagar | 22 February, 2024 | 11:33 AM
◙ માઈક્રોસોફટના વડા બીલ ગેટસ, ‘મેટા’ના માર્ક ઝુકરબર્ગ, ઉપરાંત બ્લેક રોક-બ્લેકસ્ટોન-ડિઝની-મોર્ગન સ્ટેનલી, બેંક ઓફ અમેરિકા જેવી દુનિયાની ટોચની કંપનીઓના વડા જામનગર આવશે
સાંજ સમાચાર

◙ ઈવાન્કા ટ્રમ્પ પણ 1 થી 3 માર્ચે આવશે: ભૂટાનના રાજા-રાણી, કતારના રાજા વગેરે પણ અંબાણી પરિવારે જામનગરમાં સર્જેલા ‘પ્રાકૃતિક સ્વર્ગ’ની મહેમાનગતિ માણશે

જામનગર,તા.22
 ભારતના સૌથી ધનિક એવા અંબાણી પરિવારમાં લગ્નની શરણાઈઓ ગુંજવા લાગી છે અને આ લગ્ન સમારોહ દેશનો સૌથી ભવ્ય અને જાજરમાન-ઝાકઝમાળભર્યો બની રહેવાનું સ્પષ્ટ છે.12 જુલાઈએ મુંબઈમાં લગ્ન પૂર્વે અનંત અંબાણી તથા રાધિકા મર્ચંટની પ્રિ-વેડીંગ સેરેગમી 1 થી 3 માર્ચ દરમ્યાન જામનગરમાં યોજાવાની છે જેમાં દેશ-દુનિયાનાં ટોચના ઉદ્યોગકારો-સેલીબ્રિટી વગેરે મોટી સંખ્યામાં હાજરી આપશે તેવા નિર્દેશ છે.

રીલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તથા ઉદ્યોગપતિ વિરેન મર્ચંટની પુત્રી રાધિકા મર્ચંટની લગ્નના તાંતણે બંધાવાના છે. માર્ચના પ્રથમ ત્રણ દિવસ જામનગરમાં પ્રિ-વેડીંગ સમારોહ યોજાવાનો છે.

તેમાં ઉપસ્થિત રહેનારા મહેમાનોના લીસ્ટમાં માઈક્રો સોફટનાં સ્થાપક બિલ ગેટસ, મેટા (ફેસબુક)ના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, બ્લેકરોકનાં સીઈઓ લેરી ફીંક,બ્લેકસ્ટોનનાં ચેરમેન સ્ટીફન સ્કવોર્ઝમેન, ડીઝનીનાં સીઈઓ બોબ ઈગર, ઈવાન્કા ટ્રમ્પ, મોર્ગન સ્ટેનલીના સીઈઓ ટેડ પીક, બેંક ઓફ અમેરિકાનાં ચેરમેન બ્રાયન થોમસ મોયનીહાન, કતારના રાજા મોહમ્મદ બીન અબ્દુલ રહેમાન બીન જાસીમ અલ થાની, એડનોકનાં સીઈઓ સુલતાન અહેમદ અલ જાબેર, એલ રોથચાઈલ્ડ વીન ફોરસ્ટર ડો.રોથકસ્વાઈ કડ, ભુટાનનાં રાજા અને રાણી, ટેક ઈન્વેસ્ટર યુરી મીલ્નર, એડોબના, સીઈઓ શાંતનું નારાયણ સહીતની હસ્તીઓનો સમાવેશ થાય છે.

અંબાણી પરિવારમાં પ્રિ-વેડીંગ પૂર્વે તાજેતરમાં જ ‘લગ્ન લખવાની’ સેરેમની યોજાઈ હતી. સૌ પ્રથમ ભગવાનને આમંત્રણ આપવાની આ પરંપરાગત વિધી 16 મી ફેબ્રુઆરીએ જામનગર સ્થિત અંબાણી ફેમીલી એસ્ટેટમાં યોજવામાં આવી હતી. ભગવાન બાદ નજીકનાં સગા સબંધીઓને આમંત્રણ પત્રિકા લખવામાં આવી હતી. આ સેરેમનીમાં રાધિકા મર્ચંટ માટે ખાસ લહેંગા તૈયાર કરાયા હતા.

અનંત અંબાણી-રાધિકા મર્ચંટની સગાઈવિધી પરંપરાગત રીતે રાજસ્થાનનાં નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરે 2022 માં થઈ હતી અને ત્યારબાદ મુંબઈ સ્થિત અંબાણીનાં નિવાસે જાજરમાન સમારોહ યોજવામાં આવ્યો હતો તે અત્રે ઉલ્લેખનીય છે. 1 થી 3 માર્ચ દરમ્યાન પ્રિ-વેડીંગ સમારોહ જામનગર સ્થિત રિલાયન્સ ગ્રીન કોમ્પ્લેકસમાં યોજાશે.આ કોમ્પ્લેકસમાં 1 કરોડ વૃક્ષો છે અને એશીયાનો સૌથી મોટો આંબા (કેરી)નો બાગ છે. અનંત અંબાણીએ આ આ સ્થળને પ્રાકૃતિક સ્વર્ગ જેવુ બનાવ્યું છે અને તેના માટે આ સ્થળ ખાસ છે.

દેશ-દુનિયાનાં માંધાતા મહેમાનોનાં લીસ્ટમાં લ્યુવા સીસ્ટમનાં સીઈઓ જેમ્સ મૂર્ડોક, મેકસીકોનાં બિઝનેશ ટાઈકુન કાર્લોસ સ્લીમ, બ્રીજવોટર એસોસીએટસનાં સ્થાપક રે.ડેલીયો, હીલ હાઉસ કેપીટલનાં સ્થાપક પ્રાંગ લી, બીપીના ચીફ એકઝીકયુટીવ મુરે ઓચીનકલોસ, એકઝોરનાં સીઈઓ જહોન એલકન, સીસ્કોનાં પૂર્વ ચેરમેન જલેન ચેમ્બર્સ, બુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટનાં સીઈઓ બ્રુસ ફલેર, અજીત જૈન, વગેરેનો સમાવેશ થાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj