કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ : તબિયત સ્થિર, હાલ ઓબ્ઝર્વેશન પર રખાયા : એઇમ્સના ડોક્ટરોની ટીમ દોડી આવી

Gujarat, Saurashtra | Rajkot | 11 February, 2024 | 03:44 PM
રાજ્યપાલ, કેન્દ્રીયમંત્રી, ધારાસભ્યો, સાંસદો રાઘવજીભાઈની તબિયત જાણવા સીનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા : આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ આવશે
સાંજ સમાચાર

રાજકોટ, તા.11 કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે. હાલ ઓબ્ઝર્વેશન પર રખાયા છે. રાજકોટ એઇમ્સના ડોક્ટરોની ટીમ સીનર્જી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. એઇમ્સના ડિરેકટર સહિતના નિષ્ણાંત ડોકટરોએ રાઘવજીભાઈની તબિયત તપાસી હતી. સીનર્જી હોસ્પિટલમાંથી જ રાજકોટ એઇમ્સના તબીબોએ દિલ્હી એઇમ્સના એક્સપર્ટ ડોક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરી સારવાર અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સિનર્જી હોસ્પિટલના ડો.જયેશ ડોબરીયાએ જણાવ્યુ હતું કે, રાઘવજીભાઈની તબિયત સ્થિર છે. જોકે હાલ આઇસીયુમાં ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ તરફ રાજ્યપાલ, કેન્દ્રીયમંત્રી, ધારાસભ્યો, સાંસદો રાઘવજીભાઈની તબિયત જાણવા સીનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ આવશે અને રાઘવજીભાઈની તબિયત અંગે જાણકારી મેળવશે. ધ્રોલથી રાઘવજીભાઈના પુત્ર મહેન્દ્રભાઈ પટેલ, તેમના ભાઈ મગનભાઈ મુંગરા, અગ્રણી વિજયભાઈ મુંગરા, પ્રો. ડો.વિજયભાઈ સોજીત્રા, ધ્રોલ યાર્ડ ચેરમેન રસિકભાઈ ભંડેરી સહિતના રાજકોટ દોડી આવ્યા હતા. રાઘવજીભાઈની તબિયત જાણવા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, મનપાના સ્ટે. ચેરમેન જયમીનભાઈ ઠાકર, રાજકોટ યાર્ડ ચેરમેન જયેશભાઇ બોધરા, રાજકોટના ભાજપ અગ્રણી ડી.કે. સખીયા, રાજુભાઇ ધ્રુવ, ઉપરાંત જામનગર પંથકના ભાજપ અગ્રણીઓ રાજકોટ સીનર્જી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અધિકારીઓમાં કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ વગેરે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે, ગઈકાલે જામનગર જિલ્લાના બેરાજા ગામે ગાઉં ચલો અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં હાજરી આપવા રાઘવજીભાઈ બેરાજા પહોંચ્યા હતા. અહીં તેમની તબિયત બગડતા જામનગર બાદ વહેલી સવારે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ અહીં આઇસીયુમાં સારવાર હેઠળ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj