મથુરામાં એકસપ્રેસ વે પર સળગતી વોલ્વો બસ પાછળ કારની ટકકર: 5 લોકો જીવતા ભડથુ

India | 12 February, 2024 | 05:48 PM
બસમાં બેઠેલા કેટલાક યાત્રીઓ સુરક્ષિત બહાર નીકળ્યા: કારમાં સવાર લોકોના મોત
સાંજ સમાચાર

મથુરા તા.12
યુપીના મથુરા એકસપ્રેસ-વે પર એક ચાલતી વોલ્વો બસમાં આગ ભભૂકી ઉઠી હતી. દરમિયાન પાછળથી આવેલી કાર બસ સાથે ટકરાઈ ગઈ હતી અને જોત જોતામાં બસ અને કાર બન્ને સળગવા લાગ્યા હતા, આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા 5 વ્યકિતઓ જીવતા ભડથુ થઈ ગયા હતા.

આ ગમખ્વાર અકસ્માત મામલે વધુમાં મળતી જાણકારી મુજબ વોલ્વો બસ આગ્રાથી નોઈડા જઈ રહી હતી. દરમિયાન બસમાં અચાનક આગ લાગી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક કાર પણ બસ સાથે ટકરાઈ અને આગની લપેટમાં આવી ગઈ હતી.

નજરે જોનારાઓના કહેવા મુજબ બસ અને કાર બન્ને ભડ ભડ સળગી ગયા હતા. અકસ્માતમાં બસમાં બેઠેલા કેટલાક યાત્રીઓ સુરક્ષિત બહાર નીકળી આવ્યા છે. રસ્તામાં રહેલા લોકોએ આગમાં ફસાયેલા લોકોને મદદ કરી હતી. જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં જીવતા ભડથુ થયેલાઓની હજુ સુધી ઓળખ નથી થઈ.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj