મોદી સરકારનો નવો એજન્ડા: સુપ્રીમના નિર્દેશ મુજબ એક વર્ષમાં જ નેતાઓ સામેના કેસમાં અદાલતી ફેંસલા

કેજરીવાલ સામેનો કેસ ફાસ્ટટ્રેક પર મુકાશે: માર્ચ 2025 પુર્વે જ ચૂકાદો

India, Politics, Lok Sabha Election 2024 | 10 April, 2024 | 02:48 PM
◙ એન્ફોર્સમેન્ટ વિભાગે ખાસ પ્રિવેન્સન ઓફ મનીલોન્ડ્રીંગ કોર્ટમાં આગામી 60 દિવસમાં જ ચાર્જશીટ મુકી દેવા તૈયારી કરી: નવા ફોજદારી કાનુનનો અમલ આવતા જ બે કે ત્રણ માસમાં જ જુબાની અને ઉલટ તપાસ પુરી કરાશે
સાંજ સમાચાર

◙ લાલુપ્રસાદના કુટુંબ સહિતના રાજનેતાઓ સામેની કાર્યવાહી પણ ઝડપી બનાવાશે: જુલાઈથી જે નવી ભારત ન્યાય સંહિતા અમલમાં આવે છે તેનો ઉપયોગ અદાલતી કાર્યવાહીમાં ઝડપ લાવવા કરાશે

નવી દિલ્હી તા.10
શરાબકાંડમાં જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક પછી એક આંચકા સહન કરવા પડી રહ્યા છે તે સમયે એન્ફોર્સમેન્ટ વિભાગે કેજરીવાલ સામેના મનીલોન્ડ્રીંગ એકટ હેઠળના કેસને ફાસ્ટટ્રેક પર મુકી છે. એક વર્ષમાં જ તેમની સામેનો ટ્રાયલકોર્ટના ચુકાદા આવી જાય તેવી વ્યુહરચના ઘડી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આગામી વર્ષે ધારાસભા ચુંટણી છે જે રીતે કેજરીવાલ સામે શરાબકાંડમાં હાઈકોર્ટે પણ કબુલ કર્યુ છે કે મુખ્યમંત્રી સામે કામ ચલાવવા પુરતા પુરાવા છે અને ઈડીનો કેસ મજબૂત છે. 

અગાઉ ટ્રાયલ કોર્ટે પણ આ જ પ્રકારનું નિરીક્ષણ વ્યક્ત કર્યુ હતું અને તેથી ઈડી દ્વારા હવે માર્ચ 2025 પુર્વે શરાબકાંડમાં ચુકાદા આવી જાય તેવી તૈયારી થઈ છે. આગામી બે વર્ષમાં ઈડી દ્વારા કેજરીવાલ સામે ખાસ મનીલોન્ડ્રીંગ એકટ કોર્ટમાં ચાર્જશીટ મુકવાની પણ તૈયારી કરી છે અને ત્યારપછી બે કે ત્રણ માસમાં સાક્ષીઓની જુબાની ઉલટ તપાસની પ્રક્રિયા પુરી કરાશે.

ઈડીના સૂત્રોએ કહ્યું કે, તેનાથી એ પણ સંદેશ જશે કે રાજકીય નેતાઓને ચુંટણી સમયે જ પરેશાન કરવા માટે ઈડી કામ કરતી નથી પરંતુ ભ્રષ્ટાચાર સામેના પુરતા પુરાવા હોવાથી ઈડી કાર્યવાહી કરી રહી છે. ‘આપ’ દ્વારા હવે તેની સામે કઈ વ્યુહરચના અપનાવાઈ છે તેના પર નજર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અલગ અલગ કોર્ટમાં રાજકીય નેતાઓ સામેના જે ભ્રષ્ટાચાર સંબંધી કેસ ચાલી રહ્યા છે તે માટે પણ ગાઈડલાઈન તૈયાર કરીને ઝડપી ટ્રાયલનો એજન્ડા તૈયાર થયો છે.

અગાઉ જ સુપ્રીમ કોર્ટે ખુદે નેતાઓ સામેના કેસની ટ્રાયલ એક વર્ષમાં પુરી કરવા જણાવ્યું હતું. આ જ રીતે ઝારખંડના પુર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન તેલંગાણાના પુર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના પુત્રી કે.કવિથા ઉપરાંત બિહારમાં લાલુપ્રસાદ યાદવ ફેમીલી અને જે જે રાજનેતાઓ સામે કેસ ચાલે છે તેમાં એક વર્ષમાં જ અદાલતી ચૂકાદા આવી જાય તેવી તૈયારી છે.

આગામી વર્ષે યોજાનાર દિલ્હીની ચુંટણી પુર્વે જ પુરું ‘આપ’ નેતૃત્વ જેલમાં હશે!
નવી દિલ્હી તા.10

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કાનુની મોરચે પણ લપડાક પડી રહી છે તે સમયે આગામી વર્ષે દિલ્હીમાં ધારાસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે તે પુર્વે જ આમ આદમી પાર્ટીની ટોચની નેતાગીરીને જેલમાં ધકેલવાનો પોલીટીકલ એજન્ડા પણ હોવાનું બહાર આવ્યુ છે. એક વખત ટ્રાયલ કોર્ટ સજા ફટકારી દે પછી અપીલ અને તારીખોમાં ‘આપ’ના નેતાઓ ફસાતા રહેશે અને દિલ્હીની ચુંટણીઓ પણ લડી ન શકે તેવી પરીસ્થિતિ ઉભી કરાશે.

ધરપકડ સામે કેજરીવાલ સુપ્રીમમાં: જો કે ધારાશાસ્ત્રીને સપ્તાહમાં પાંચ દિવસ મળવાની છૂટની અરજી ફગાવાઈ
નવી દિલ્હી તા.10

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગઈકાલે હાઈકોર્ટે ધરપકડ સામે કોઈ રાહત આપવાનો ઈન્કાર કર્યો અને હવે આમ આદમી પાર્ટી તે મુદે સુપ્રીમમાં ગઈ છે તે સમયે જ હાલ જેલમાં રહેલા કેજરીવાલને વધુ એક આંચકો લાગ્યો છે અને તેમની સામેના કેસની ટ્રાયલ કોર્ટે કેજરીવાલની તેમના ધારાશાસ્ત્રી સાથે સપ્તાહના પાંચ દિવસ મુલાકાતની માંગણી કરતી અરજી ફગાવી છે. બીજી તરફ સુપ્રીમકોર્ટમાં હજુ કેજરીવાલની ધરપકડ સામે તાત્કાલીક સ્ટે આપે તેવી શકયતા નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj