અમેરિકામાં ભારતીયો પાસેથી ખંડણી ઉઘરાવવાના કેસ વધ્યા: FBIની ચેતવણી

India, World | 18 May, 2024 | 11:40 AM
સાંજ સમાચાર

અમદાવાદ,તા.18
અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી લોકોને ઠગવાનું તેમજ ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાનું ચલણ એટલું બધું વધી ગયું છે કે હવે એફબીઆઈ એ આ મામલે એક વોર્નિંગ ઈશ્યુ કરવી પડી છે. એફબીઆઈની સેક્રામેન્ટો ફિલ્ડ ઓફિસે ઈન્ડીયન કોમ્યુનીટીને વોર્નિંગ આપતા જણાવ્યું છે કે જો તેમનું ઈન્ડિયા સાથે કોઈ કૌટુંબિક કે પછી વ્યાપારિક કનેકશન હોય તો તેમને સાવધાન રહેવું, કારણ કે તેમની સાથે કેટલાક તત્વો દ્વારા ગમે ત્યારે ફ્રોડ થઈ શકે છે અથવા તેમને ડરાવી ધમકાવીને ખંડણી પણ વસુલવામાં આવી શકે છે.

એફબીઆઈની આ ફિલ્ડ ઓફીસની હદમાં આવતા એરિયામાં હાલમાં ભારતીયો પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવી હોય તેવા અનેક કેસ સામે આવ્યા છે. ગત તા.7 મે ના રોજ ઈશ્યુ કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર ઈન્ડીયન કોમ્યુનીટી પાસેથી પૈસા પડાવવાના મામલામાં લોકો પોલીસ કે એફબીઆઈને રિપોર્ટ કરવા પણ આગળ નથી આવતા.

આથી હવે એફબીઆઈએ લોકોને આ પ્રકારના ગુન્હાના રિપોર્ટ કરવા માટે અપીલ કરેલ છે, જેનાથી ગુનેગારો સુધી પહોંચી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકાય. રિપોર્ટ અનુસાર, અસામાજીક તત્વો દ્વારા લોકોને ટાર્ગેટ બનાવી તેમની પાસેથી પૈસા પડાવવા તેમને ફોન પર ધમકી આપવામાં આવી રહી છે. કેટલાક વિકિટમને તો તેમના ઘર અથવા વાહન પર ફાયરીંગ કરીને પણ ડરાવવામાં આવે છે તેમ એફબીઆઈનું કહેવું છે.

એફબીઆઈની સાક્રામેન્ટો ઓફિસના સ્પેશ્યલ એજન્ટ ઈન્ચાર્જ સીડ પટેલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી લોકોને અરેસ્ટનો ડર બતાવી તેમની સાથે બીજી કોઈ રીતે ફ્રોડ કરીને પૈસા પડાવવામાં આવતા હતા પરંતુ એક નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં ટાર્ગેટ લોકોને સીધી જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને પ્રોટેકશન મની આપવા માટે મજબૂર કરવામાં આવે છે. આ કોઈ ફ્રોડ નહીં, પણ એકસટોર્શન રેકેટ છે. 

અત્યાર સુધી કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે તેની માહિતી એફબીઆઈ એ જાહેર કરી નથી. પરંતુ સીડ પટેલનું કહેવું છે કે ખંડણી ઉઘરાવનારા તત્વો મોટેભાગે બિઝનેસ ઓનર્સ સમાજમાં આગળ પડતા લોકો કે પછી જેની પાસે સારો એવો પૈસો હોવાની શકયતા હોય તેવા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. છેલ્લા એક મહિનામાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે. તેમાંય કેલિફોર્નિયાના સેક્રોમેન્ટોમાં સૌથી વધુ કેસ બન્યા હોવાની આશંકા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj