નવી દિલ્હી,તા.16
તુર્કી સ્થિત સેલેબી એવિએશન ભારતનાં નવ એરપોર્ટની જવાબદારી સંભાળતી હતી. કંપની આ એરપોર્ટ્સ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ, કાર્ગો મેનેજમેન્ટ અને એરસાઇડ ઓપરેશન્સની જવાબદારી સંભાળતી હતી.
ભારત-પાક સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનને તૂર્કી દ્વારા ડ્રોન સપ્લાય કરવા સામે ભારતમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. લોકો તુર્કિયેથી આવતા ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યાં છે. તુર્કી સાથે જોડાયેલી કંપનીઓનો પણ વિરોધ થઈ રહ્યો છે.
આવા સમયે એરપોર્ટને લગતી કામગીરી સંભાળતી સેલેબી એવિએશનને લઇને પણ સવાલો ઉઠી રહ્યાં છે. સેલેબી એવિએશન પેસેન્જર સેવાઓ, લોડ કન્ટ્રોલ, ફ્લાઇટ ઓપરેશન્સ, જનરલ એવિએશન, પોસ્ટલ અને ફ્રેઇટ સર્વિસીસ, વેરહાઉસિંગ અને બ્રિજ ઓપરેશન્સનું સંચાલન કરવાનો અનુભવ ધરાવે છે.
જોકે તેઓ ભારતમાં પસંદગીની કેટેગરીમાં તેમની સેવાઓ આપતા હતાં, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તેમને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કંપની ઇન્ડિગો અને એર ઇન્ડિયા સહિત ભારતની અન્ય ઘણી એરલાઇન્સને સેવાઓ પૂરી પાડતી હતી.
જો કે 75 ટકા બિઝનેસ વિદેશી એરલાઇન્સ સાથે કરવામાં આવ્યો હતો. તે કાર્ગો મેનેજમેન્ટ, ફ્લાઇટ ઓપરેશન્સ અને વિદેશથી આવતી એરલાઇન્સના લોડ કંટ્રોલનું સંચાલન કરતી હતી.
10 વર્ષમાં શહેરોની સંખ્યામાં વધારો થયો
કંપનીએ ભારતમાં પ્રવેશ્યાના 10 વર્ષમાં ઉડ્ડયન ક્ષેત્રે તેની હાજરી વધારી. અત્યારે તે ભારતના નવ શહેરોના એરપોર્ટ પર સુરક્ષા સંબંધિત કામમાં લાગી ગઈ હતી. જેમાં મુંબઈ, દિલ્હી, કોચી, કન્નુર, બેંગલુરુ, હૈદરાબાદ, ગોવા, અમદાવાદ અને ચેન્નઈનો સમાવેશ થાય છે. કંપની ભારત ઉપરાંત જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા અને તાન્ઝાનિયાના એરપોર્ટ પર પણ કામ કરે છે.
2008માં ભારતમાં પ્રવેશી
તુર્કીની કંપની સેલેબીએ 1958માં પ્રથમ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સાથે ઉડ્ડયન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. 2008માં કંપનીને ભારતમાં પહેલી નોકરી મુંબઈ એરપોર્ટ સાથે સંયુક્ત સાહસ તરીકે મળી હતી. એક વર્ષની અંદર, કંપનીએ સત્તાવાર રીતે બે કંપનીઓ હેઠળ ભારતમાં તેની કામગીરીની નોંધણી કરાવી. એક કંપનીનું નામ ગ્રાઉન્ડ હેન્ડલિંગ માટે ’સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયા’ અને બીજી કંપનીને કાર્ગો સર્વિસ માટે ’સેલેબી દિલ્હી કાર્ગો ટર્મિનલ મેનેજમેન્ટ ઇન્ડિયા’ નામ આપવામાં આવ્યું હતું.
કંપનીઓ પણ મેટ્રો પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી
સરકાર દેશના વિવિધ ભાગોમાં કાર્યરત તુર્કીની કંપનીઓ પર પણ નજર રાખી રહી છે. ભારતમાં ટ્રશિયાની કંપનીઓ પણ એવિએશનની સાથે સાથે મેટ્રો પ્રોજેક્ટ્સમાં પણ કામ કરી રહી છે. તુર્કીની કંપનીઓ લખનઉ, પુણે અને મુંબઇમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ્સમાં સામેલ છે.
ઉચ્ચ-સુરક્ષાનું કાર્ય સંભાળતી કંપની
ભારતમાં, કંપની ઉચ્ચ-સુરક્ષા કાર્યો સંભાળી રહી છે. જોકે યોગ્ય તપાસ બાદ જ કંપનીનાં કર્મચારીઓને એરપોર્ટ પર કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તુર્કિયેએ પાકિસ્તાનને ડ્રોન આપ્યા બાદ લોકો કંપનીની પૂછપરછ કરી રહ્યાં હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy