વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીનો વિટો: મંત્રીઓને વારંવાર ચિઠ્ઠી મારફત જવાબ આપતા અધિકારીઓને ખખડાવ્યા

Gujarat | Ahmedabad | 28 February, 2024 | 02:42 PM
તમે મંત્રીઓને યોગ્ય રીતે અગાઉથી બ્રીફ કરો: ગૃહમાં આ રીતે ચીઠ્ઠીની લેવડ-દેવડ યોગ્ય નથી
સાંજ સમાચાર

અમદાવાદ, તા.28
ગુજરાત વિધાનસભામાં આજે અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ પોતાનો વિટો પાવરનો ઉપયોગ કરીને અધિકારીઓને એક મીનીટ સુધી ખખડાવી નાખ્યા હતા. વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયે મંત્રીઓ જે જવાબ આપે છે તે સંદર્ભમાં ગેલેરીમાં બેઠેલા અધિકારીઓ ચાલુ પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન ચીઠ્ઠીમાં વિગતો મોકલીને મંત્રીઓને મોકલે છે અને બાદ જ મંત્રીઓ જવાબ આપી શકે છે.

વારંવાર આ પ્રકારની સ્થિતિ બને છે. અને અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અનેક વખત તે જોતા હોય છે. પરંતુ આજે પ્રશ્ર્નોત્તર દરમ્યાન પણ આ દ્રશ્યો જોવા મળતા જ જ્યારે અધિકારીઓ ગેલેરી બહાર જવા ઉભા થયા તો તૂર્ત જ અધ્યક્ષે તમામને તેમના સ્થાને બેસી જવા સુચના આપી હતી. અને પોતાનો વિટો પાવર વાપરીને અધિકારીઓને હારબંધ ઉભા રાખી કહ્યું કે પ્રશ્નકાળમાં અગાઉથી જ મંત્રીઓને યોગ્ય રીતે બ્રીફ કરવા જોઇએ જેથી કાર્યવાહી દરમ્યાન વારેવારે તમારે ચીઠ્ઠી લખીને માહિતી આપવી પડે નહીં.

અધિકારીઓએ પણ પોતાની જવાબદારી સ્વીકારી હતી અને તેઓએ હવે આગામી સત્રથી આ પ્રકારે નહીં બને તેવી ખાત્રી આપી હતી. અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના વલણથી ભાજપના સભ્યો પણ ખુશ થઇ ગયા હતા. અગાઉ પણ શ્રી ચૌધરીએ ટક્કોર કરી હતી કે પ્રશ્ર્નોતરી દરમિયાન એવા જ પ્રશ્નો પૂછવામાં આવે કે જેણેથી જનતાને લાભ થતો હોય લાંબા જવાબો પણ ન આપવા તેઓએ તાકિદ કરી હતી. આ ઉપરાંત અધિકારીઓ જે રીતે તૈયાર થયા વગર આવે છે અને મંત્રીઓને વારંવાર ડીર્સ્ટબ કરે છે તે પછી આજે આ સ્થિતિ બની હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj