ગુજરાતમાં વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં બદલાવ : જુનિયર કલાર્ક માટે માત્ર MCQ પદ્ધતિ લાગુ થશે

Gujarat, Education | Ahmedabad | 29 December, 2023 | 11:39 AM
સાંજ સમાચાર

ગાંધીનગર,તા.29
ગુજરાતમાં વિવિધ સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ-પેપરલીક જેવા ઘટનાક્રમો બાદ હવે રાજય સરકાર દ્વારા વર્ગ-3ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જુનીયર કલાર્કની પરીક્ષા એમસીકયુ પદ્ધતિથી લેવાશે જયારે હેડકલાર્સ, ઓફિસ આસીસ્ટંટ વગેરેમાં લેખિત પરીક્ષા પણ હશે. રાજય સરકાર દ્વારા આ અંગેનું નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં અનેક ભરતી પ્રક્રિયામાં ગોટાળા-ગેરરીતિના ઘટનાક્રમ સર્જાયા હતા. પંચાયતથી માંડીને પોલીસ સુધીની ભરતીમાં આવા કિસ્સા બન્યા હતા તેમાં સરકારની છબી ખરડાઈ હતી.

ગત સપ્તાહમાં જેટકોની ભરતી પ્રક્રિયા પણ ગેરરીતિને કારણે રદ કરી દેવામાં આવી હતી. સરકારે ભરતી પ્રક્રિયા ફુલપ્રુફ બનાવવા માટે નવી પદ્ધતિ લાગુ કરવાનું અગાઉ જ જાહેર કરી દીધુ હતું અને હવે તેનુ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે.

રાજયમાં વર્ગ ત્રણની ભરતી માટે પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં જુનિયર કલાર્કની ભરતી પરીક્ષા એમસીકયુ પદ્ધતિમાં લેવાશે. હેડકલાર્ક, ઓફિસ આસીસ્ટન્ટ સહિત વિવિધ સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સતાવાર રીતે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેથી વર્ગ-3ની પરીક્ષા પણ બે તબકકામાં આયોજીત થશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj