આંકડા મંત્રાલયનાં સર્વેક્ષણમાં ખુલાસો

ખાવા-પીવાની રીતભાતમાં ફેરફાર: ભોજન પર ખર્ચ ઘટયો પણ બિન ખાદ્ય વસ્તુઓ પર ખર્ચ વધ્યો

India | 26 February, 2024 | 02:56 PM
1999 બાદ આ પહેલી ઘટના છે કે ખાવા-પીવાના ખર્ચમાં ઘટાડો થયો છે: લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવાના કારણે અનાજ ઓછું ખાવા લાગ્યા છે, જયારે ફળો-શાકભાજીનો વપરાશ વધ્યો છે, ઈંધણ-પરિવહન, શિક્ષણ, સ્વાસ્થ્યના ખર્ચમાં વધારો
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.26
 દેશમાં લોકોની ખાવા-પીવાની રીતભાતમાં ફેરફાર થઈ રહ્યો છે.એક નવા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે લોકોનાં માસીક ખર્ચમાં ખાવા-પીવા પર થતા ખર્ચમાં ઘટાડો જાણવા મળ્યો છે. જયારે બિન ખાધાન્ન વસ્તુઓ પર થતા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.  આંકડા મંત્રાલયે શનિવારે ‘પારીવારિક ઉપભોગ વ્યય સર્વેક્ષણ રીપોર્ટ જાહેર કર્યો છે.

જે અનુસાર 1999 બાદ આ પહેલી ઘટના છે જયારે લોકોનાં માસીક ખર્ચમાં ખાવા-પીવા પર થતા ખર્ચની ભાગીદારી 50 ટકાથી નીચે આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર ગ્રામીણ ભારતમાં 1999 માં લોકો 59.40 ટકા ખર્ચ ખાદ્ય સામગ્રીની ખરીદી પર કરતા હતા. પરંતુ 2022-23 દરમ્યાન આ ટકાવારી ઘટીને 46.38 ટકા રહી ગઈ છે.

જયારે આ સમય ગાળામાં બિન ખાદ્ય સામાનો પર ખર્ચ 40.60 ટકાથી વધીને 53.62 ટકાએ પહોંચી ગયો. શહેરી ક્ષેત્રોમાં પણ લગભગ આ વલણ જોવા મળ્યુ છે.1999 માં શહેરી ક્ષેત્રોમાં માસિક ખર્ચમાં ખાદ્ય સામગ્રી પર 48.06 ટકા રકમ ખર્ચ થતી હતી. જે 2022-23 માં 39.17 ટકા રહી ગઈ જયારે બિનખાદ્ય સામગ્રીની ખરીદી પર ખર્ચ આ વલણ જોવા મળ્યુ છે.

1999 માં શહેરી ક્ષેત્રોમાં માસિક ખર્ચમાં ખાદ્ય સામગ્રી પર 48.06 ટકા રકમ ખર્ચ થતી હતી. જે 2022-23 માં 39.17 ટકા રહી ગઈ જયારે બિનખાદ્ય સામગ્રીની ખરીદી પર ખર્ચ આ સમય ગાળામાં 51.94 ટકાથી વધીને 60.83 ટકાએ પહોંચી ગયા.

આંકડાને જોઈએ તો અનાજ પર ખર્ચ થતી રકમ ઘણી ઓછી થઈ છે.આનુ કારણ સંભવત: ખાદ્ય સુરક્ષા કાનુન અંતર્ગત નિ:શુલ્ક કે ઓછી કિંમતે વધુ વસ્તીને ખાદ્ય વિતરણ મુખ્ય કારણ હોઈ શકે છે.

ગ્રામીણ ક્ષેત્રોમાં જયાં 1999 માં દર વ્યકિતએ અનાજ પર ખર્ચની ભાગીદારી 22.16 ટકા હતી ત્યાં 2022-23 માં તે માત્ર 4.89 ટકા રહી ગઈ જયારે આ સમય ગાળામાં શહેરી ક્ષેત્રોમાં આ ભાગીદારી 12.35 થી ઘટીને 3.62 ટકાએ રહી ગઈ.

દુધ અને શાકભાજી પર વધુ ખર્ચ:
ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં દુધ અને તેની સાથે જોડાયેલા ઉત્પાદનો અને ફળ શાકભાજી પર વધુ ખર્ચ થઈ રહ્યા છે. જયારે બિન ખાદ્ય ખર્ચમાં ઈંધણ, પરિવહન, શિક્ષણ, સ્વાસ્થ્ય પર ખર્ચ વધ્યો છે.

કારણ શું છે?
લોકોની ખાવાપીવાની પેટર્ન બદલી છે. લોકો પેકડ ફૂડ વધુ ખાવા લાગ્યા છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોવાના કારણે અનાજ ઓછુ ખાવા લાગ્યા છે.

રિપોર્ટમાં શું છે?
ગામોમાં દર વ્યકિતએ 3773 માસીક ખર્ચ નિર્ધારીત કરાયો છે. જયારે શહેરી ક્ષેત્રોમાં આ ખર્ચ 6459 રૂપિયા નિર્ધારીત કરાયો છે. 1750 રૂપિયા ખાદ્ય સામગ્રી પર અને બાકીના રૂા.2023 બિન ખાદ્ય સામગ્રીમાં ગામડામાં ખર્ચ થાય છે. જયારે શહેરોમાં 2530 રૂપિયા ખાદ્ય સામગ્રી પર અને રૂા.3929 અન્યમાં ખર્ચ, થાય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj