લંડન, તા.18
OpenAI ના લોકપ્રિય AI મોડલ ChatGPT -4 એ UK મેડિકલ લાઇસન્સિંગ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કર્યું. આમ છતાં દર્દીની સારવાર નિષ્ફળ સાબિત થઈ.
આ ટેક્નોલોજી દર્દીની સ્થિતિ જોઈને સારવારનો નિર્ણય લેવા જેવા વાસ્તવિક જીવનના નિર્ણયોમાં નબળી સાબિત થઈ છે. સાયન્સ મેગેઝિન સાયન્ટિફિક રિપોર્ટમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.
આમાં સંશોધકોએ મેડિકલ સ્કૂલ કાઉન્સિલની મોક એક્ઝામમાંથી 191 પ્રશ્નો પર ChatGPT 4નું પરીક્ષણ કર્યું. બ્રિટનમાં ડોક્ટર બનવા ફરજિયાત આ પરીક્ષામાં 24 વિવિધ તબીબી ક્ષેત્રોને લગતા પ્રશ્નો હતા.
સંશોધકોએ જણાવ્યું હતું કે, AI સાધનો શિક્ષણ અને પ્રારંભિક તબક્કાની તબીબી સલાહમાં ઉપયોગી હોઈ શકે છે, પરંતુ હાલમાં સારવારના નિર્ણયો લેવા માટે વિશ્વસનીય નથી. Chatgpt-4 પાસે ઘણું તબીબી જ્ઞાન છે.
ChatGPT એ મહિલા અને બાળકનો જીવ બચાવ્યો
નતાલિયા ટેરિયન નામની અમેરિકન મહિલાએ કહ્યું કે ChatGPT એ તેનો અને તેના અજાત બાળકનો જીવ બચાવ્યો છે. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેણે મજાકમાં ચેટજીપીટીને પ્રશ્ન પૂછ્યો હતો કે, મારું જડબું કેમ સખત છે?
Chatgpt એ જવાબ આપ્યો તમારૂં બ્લડ પ્રેશર તપાસો. તેણે તપાસ કરી તો તે ઘણું વધી ગયું હતું. પછી ChatGPT એ તેને એમ્બ્યુલન્સ બોલાવવાનું કહ્યું. જ્યારે નતાલિયા હોસ્પિટલ પહોંચી તો ડોક્ટરોએ તેની ડિલિવરી કરવાનો નિર્ણય લીધો.
ડોક્ટરોએ કહ્યું કે, જો તમે તે રાત્રે સૂઈ ગયા હોત તો તમે કદાચ જાગી ન શક્યા હોત. પરંતુ ડિલિવરી પછી પણ પાંચ દિવસ સુધી તેનું બ્લડ પ્રેશર સતત વધતું રહ્યું. ચેટજીપીટીનો આભાર માનતા તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, તમે બે જીવ બચાવ્યા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy