ફેસબુકમાં જોયેલી જાહેરાતમાં સસ્તો આઈફોન લેવા જતાં યુવક સાથે રૂ।.40 હજારની છેતરપીંડી

Crime | Rajkot | 10 April, 2024 | 05:07 PM
ખોટા નામની આઈડી બનાવી જયદીપ ઝાલાએ નવા થોરાળાના યુવકને અલગ અલગ દુકાને મોકલી બાદમાં ઓનલાઈન રૂપીયા પડાવી હાથ ઊંચા કરી દિધા: થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
સાંજ સમાચાર

રાજકોટ. તા.10
નવા થોરાળાના યુવકે ફેસબુકમાં જોયેલી જાહેરાતમાં સસ્તો આઈફોન લેવા જતાં જયદીપ ઝાલા નામના શખ્સે રૂ।0 હજારની છેતરપીંડી આચરતાં થોરાળા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે ભાવનગર રોડ પર નવા થોરાળામાં ન્યુ વિજયનગરમાં રહેતાં હિતેષભાઇ મોહનભાઈ પરમાર (ઉ.વ.24) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે આજીડેમ ચોકડી પાસે આવેલ કારખાનામાં મજુરીકામ કરે છે. ગઈ તા.10/03/2024 ના તે મોબાઇલ ફોનમાં ફેસબુક એપ્લીકેશન જોતો હતો ત્યારે એપ્લીકેશનમાં "Kartik Dodiya  ના નામની આઈ.ડી. જોવામા આવેલ અને તેમાં માર્કેટપ્લેસ નામના મેનુમાં જોતા આઇફોન 13-પ્રો 256 જીબી મોબાઇલ ફોન વેચવાની એડ જોવામા આવેલ હતી.

તેને તે મોબાઇલ ફોન લેવાનો હોય જેથી આઈ.ડી.માં મેસેજ કરતા મોબાઇલ નંબર આવેલ હતા. જેથી મો. નંબર 9016063680 ઉપર ફોન કરતા રોનક નામના યુવકે ફોન ઉપાડેલ અને આઇફોન લેવા બાબતે વાત કરતા તેણે કહેલ હતુ કે, રેલનગર રાધે ચોક પાસે આવેલ રવેચી મોબાઇલ નામની દુકાને તે મોબાઇલ ફોન છે,
બાદમાં તા.12/03/2024 ના તેના મિત્ર મેહુલભાઇ ચાવડા સાથે રાધે ચોક પાસે આવેલ રવેચી મોબાઇલ નામની દુકાને ગયેલ.

ત્યાં આઇફોન મોબાઇલ ફોન બતાવેલ હતો પરંતુ તે મોબાઇલ ફોનની ડિસ્પ્લે બદલાયેલી હાલતમાં હતી જેથી તે ફોન ખરીદવાની ના પાડેલ હતી. બાદ તેને  ફોન કરતા તેણે જયુબેલી શાકમાર્કેટ પાસે આવેલ સદ્ગુરૂ કોમ્પલેક્ષમાં આવેલ સ્મિત કોમ્યુનીકેશ નામની દુકાને મોકલેલ હતા અને કહેલ હતુ કે, મારૂ નામ આપજો જેથી ત્યાં મોબાઇલ ફોન પસંદ આવેલ હતો.

જ્યારે ફોન લેવા માટેના પૈસા ન હોય જેથી ઘરે ગયેલ હતો. ત્યારે રોનકનો ફોન આવેલ કે, તમે જે મોબાઇલ ફોન પસંદ કરી આવેલ છો તે  ફોન વેચાય ગયેલ છે જેથી હવે હુ તમને કહુ તે દુકાને જવાનુ રહેશે તમે મારા ફોનની રાહ જોજો એમ વાત કરેલ હતી.

બાદ ગઈ તા.13/03 ના તેને ફોન કરેલ કે, તમે હવે ગોંડલ રોડ પર પુજારા મોબાઈલની સામે આવેલ દુકાને જવાનું કહેતાં તે દુકાને ગયેલ અને દુકાનના મેનેજરે કહેલ કે, રોનકે તેને પણ ફોન કરેલ અને તમને મોબાઇલ ફોન બતાવવાનુ કહેલ છે. જેથી  દુકાનમા રહેલ મોબાઇલ ફોન જોયેલ જેમા 13 પ્રો-મેકસ મોબાઇલ ફોન પસંદ આવેલ અને તેની કિંમત રૂ।.80 હજાર જણાવેલ હતી.

જેથી રોનકને ફોન કરી કહેલ કે, આઇફોનના રૂ।.80 હજાર કહે છે જેથી તેમે કહેલ કે, મારે દુકાન વાળા સાથે મારે વાત થઈ ગયેલ છે. તે મોબાઇલ ફોન રૂ।.39999 મા અપાવી દઈશ પરંતુ તેના માટે તમારે રૂ।.39999 મને ઓનલાઇન ચુકવવા પડશે અને તમે ઓનલાઈન ચુકવશો એટલે દુકાન વાળો તમને મોબાઇલ ફોન આપી દેશે, જેથી તેને રૂપિયાનું ઓનલાઇન પેમેન્ટ કરેલ હતુ. ઓનલાઇન પેમેન્ટ કરતા તેમા ‘ચેહરાજી ઠાકો’ નામ આવેલ હતુ.

ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ હુ દુકાનમા ગયેલ અને મોબાઇલ ફોન માંગતા તેણે કહેલ કે, તમે મને મોબાઇલ ફોનની જે કિંમત છે તે આપો એટલે હુ તમને મોબાઇલ ફોન આપું જેથી તેમને મોબાઇલ ફોનનુ પેમેન્ટ રોનકને ઓનલાઈન કરી આપેલ છે.

બાદમાં તેને ફોન કરતા તેઓએ કહેલ કે, હું ડ્રાઇવીંગ કરૂ છુ હમણા દસ મીનીટમા પેમેન્ટ મોકલુ છું કહેતાં આઈડી અને મોબાઈલ નંબર અંગે તપાસ કરતાં તે જયદીપ વિઠ્ઠલ ઝાલા નામના શખ્સનું હોવાનું સામે આવતાં તેના વિરુદ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj