ચેન્નાઈ સુપર કિંગ્સએ કોલકતા નાઈટ રાઇડર્સનો વિજયરથ રોક્યો, 7 વિકેટે મેળવી જીત

India, Sports | 09 April, 2024 | 10:29 AM
ધોનીએ આસાન કેચ છોડ્યો ,મેચ બાદ ગંભીરને ગળે લગાડ્યો : જાડેજાએ IPLના 100 કેચ પૂરા કર્યા
સાંજ સમાચાર

ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ : IPL 2024ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. ચેપોકમાં રમાયેલી આ મેચમાં કેકેઆરની ટીમ પહેલા રમતા 137 રન જ બનાવી શકી હતી. જવાબમાં ચેન્નાઈએ 17.4 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો.

ચેન્નાઈ માટે, પ્રથમ રવિન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેએ ત્રણ-ત્રણ વિકેટ લઈને બોલ સાથે કહેર વર્તાવ્યો અને ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે બેટિંગમાં કમાલ કરી હતી.

ગાયકવાડે 58 બોલમાં અણનમ 67 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જ્યારે શિવમ દુબેએ 18 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ચેન્નાઈની આ ત્રીજી જીત છે, જ્યારે કેકેઆરની આ સીઝનમાં પહેલી હાર છે. 

CSKની જીતમાં રચિન રવિન્દ્રએ 15 રન અને ડેરિલ મિશેલે 25 રનનું યોગદાન આપ્યું હતું. CSK એ પ્રથમ 10 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 81 રન બનાવ્યા હતા, જેના કારણે તેમના માટે જીતવું ખૂબ જ સરળ બન્યું હતું કારણ કે ટીમને છેલ્લી 10 ઓવરમાં 57 રનની જરૂર હતી અને તેની પાસે 9 વિકેટ બાકી હતી. જોકે મિશેલ 13મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો.

પરંતુ ત્યાર બાદ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરવા આવેલા શિવમ દુબેએ દર વખતની જેમ તોફાની શૈલીમાં બેટિંગ કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી. શિવમ દુબેએ 18 બોલમાં 28 રનની વિસ્ફોટક ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. KKRની બોલિંગની વાત કરીએ તો, મિચેલ સ્ટાર્ક ફરી ધોવાયો હતો. સુનીલ નરેન અને વૈભવ અરોરા સિવાય KKR તરફથી કોઈ બોલર વિકેટ લઈ શક્યો નહોતો.

IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ મળ્યા બાદ રુતુરાજ ગાયકવાડ બેટિંગમાં ઘણો સંઘર્ષ કરી રહ્યો હતો. જો કે તેણે ગુજરાત ટાઇટન્સ સામે 46 રનની ઇનિંગ રમી હતી, પરંતુ બાકીની 3 ઇનિંગ્સમાં તે બેટથી કંઇ ખાસ બતાવી શક્યો નહોતો. હવે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ધીમી પીચ પર જવાબદારી લેતા તેણે 58 બોલમાં 67 રનની ઈનિંગ રમીને પોતાના ફોર્મમાં પરત ફરવાના સંકેત દેખાડી દીધા છે.

1. ધોનીએ રસેલને જીવનદાન આપ્યું.
CSKના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ 18મી ઓવરમાં એક સરળ કેચ છોડ્યો. 18મી ઓવરનો ચોથો બોલ મુસ્તાફિઝુર રહેમાન દ્વારા ફેંકવામાં આવ્યો હતો, જે ઓફ સ્ટમ્પની બહાર શોર્ટ પીચ છે. આન્દ્રે રસેલે કટ શોટ રમ્યો પરંતુ બોલ બેટના બહારના કિનારે અથડાયો અને વિકેટકીપર તરફ ગયો. ધોનીએ બેદરકારીપૂર્વક એક હાથ આગળ કર્યો અને બોલ તેના હાથમાંથી સરકી ગયો.

જીવન દાન સમયે રસેલ 5 રન સાથે રમી રહ્યો હતો, તે કેચ ડ્રોપનો વધુ ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને માત્ર 10 રનના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યો હતો.

2. દેશપાંડેએ પોતાની બોલિંગ પર એક મુશ્કેલ કેચ લીધો
CSKના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ પણ 19મી ઓવરમાં એક કેચ લીધો હતો. તેણે પોતાના જ બોલ પર કેચ છોડ્યો. ઓવરનો પાંચમો બોલ તુષારે ઓફ સ્ટમ્પની બહાર ધીમો ફેંક્યો હતો, શ્રેયસે શોટ રમ્યો હતો પરંતુ બોલ મિડ ઓફમાં હવામાં ઉભો રહ્યો હતો. બોલિંગ કર્યા બાદ તુષાર પોતે કેચ લેવા દોડ્યો હતો, તેણે ડાઈવ લગાવી હતી પરંતુ તે કેચ પકડી શક્યો નહોતો.

જીવનદાન સમયે શ્રેયસ 33 રનના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો. તે કેચ ડ્રોપનો પણ ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને આગલી ઓવરમાં 34 રન બનાવીને આઉટ થયો હતો.

મેચ બાદ ગંભીર અને ધોની ગળે મળ્યા
CSKના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને KKRના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીર મેચ બાદ ગળે મળતા જોવા મળ્યા હતા. ગંભીર એકમાત્ર એવો ખેલાડી છે જેની કપ્તાની હેઠળ CSK ટીમ IPLમાં ખિતાબ જીતવાની હેટ્રિક નોંધાવી શકી નથી. 2012માં, ચેન્નાઈમાં જ IPLની ફાઇનલમાં ગંભીરની કપ્તાની હેઠળ KKRએ ધોનીની કપ્તાની હેઠળ CSKને હરાવ્યું હતું. અગાઉ 2010 અને 2011માં CSKએ સતત 2 IPL જીતી હતી. ગંભીર હાલમાં KKRનો મેન્ટર છે.

જાડેજાએ 100 કેચ પૂરા કર્યા, બનાવ્યો અનોખો રેકોર્ડ
CSKના રવિન્દ્ર જાડેજાએ કોલકાતા સામે 2 કેચ લીધા, આ સાથે તેણે IPLમાં 100 કેચ પૂરા કર્યા. ટૂર્નામેન્ટમાં કેચની સદી પૂરી કરનાર તે માત્ર પાંચમો ખેલાડી બન્યો. તેના પહેલા રવિવારે જ MIના રોહિત શર્માએ IPLના 100 કેચ પૂરા કર્યા હતા. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ કેચ વિરાટ કોહલીના નામે છે, તેણે 110 કેચ લીધા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj