રાજકોટ :
સૌરાષ્ટ્રનો ક્રિકેટર ચેતેશ્વર પુજારા જૂન 2023થી ભારતીય ટીમ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શક્યો નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલીના રિટાયરમેન્ટથી ભારતીય ટીમમાં સિનિયર પ્લેયર્સની અછત ઊભી થઈ છે. આ મુદ્દે વાત કરતાં ચેતેશ્વરના પપ્પા અને તેના બાળપણના પહેલાં કોચ અરવિંદ પુજારાએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
74 વર્ષના આ ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરે કહ્યું, ’એક સિનિયર પ્લેયર હોવાથી તેમણે (સિલેક્શન કમિટી) તેના પર (ચેતેશ્વર પુજારા) પણ ધ્યાન આપવું જોઈએ. મને લાગે છે કે તેને ઇંગ્લેન્ડટૂર પર તક મળવી જોઈએ.
તે ફિટ છે, સારા ફોર્મમાં છે અને નિશ્ચિતરૂપે તે ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં ટીમને મદદ કરશે. ભારતીય ટીમને તેના જેવા બેટરની જરૂર છે જે લાંબા સમય સુધી પિચ પર ટકી રહે. તેણે ક્રિકેટ રમવાનું બંધ નથી કર્યું.
તેણે ગયા વર્ષે છ-સાત કાઉન્ટી મેચ રમી છે. તેણે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને રણજી ટ્રોફીમાં ડબલ સેન્ચુરી પણ ફટકારી છે. તે બદલાવ લાવી શકે છે.
ઘણા ઓછા ભારતીય છે જેમણે 100થી વધારે ટેસ્ટ-મેચ રમી છે. 100 ટેસ્ટ-મેચ રમવી.ખૂબ જ મુશ્કેલ છે એટલે મારું માનવું છે કે એક સિનિયર પ્લેયર તરીકે તે એક વધુ તકનો હકદાર છે.’
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy