ગાંધીનગરમાં ફેબેકસા-ફેબ્રીક સોર્સીંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Gujarat | Ahmedabad | 21 May, 2024 | 04:03 PM
અમદાવાદના મસ્કતી કલોથ મહાજન દ્વારા આયોજીત ચાર દિવસીય પ્રદર્શનમાં ટેકસટાઈલ સેકટરની 125 થી વધુ બ્રાન્ડના 93 જેટલા સ્ટોલ્સ સહભાગી થશે
સાંજ સમાચાર

અમદાવાદ તા.21
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદનાં મસ્કતી કલોથ મહાજન આયોજીત ટેકસ ટાઈલ પ્રદર્શન ફેબેકસાની નવમી એડીશનનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.

ટેકસટાઈલ અને રેડીમેડ ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં બદલાતા સમય સાથે આવી રહેલી નવી ટેકનીકલ ડીઝાઈન્સ અને ઈન્ડસ્ટ્રીઝનાં ટ્રેન્ડની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી અમદાવાદ મસ્કતી કલોથ મહાજન દ્વારા તા.21 થી 24 મે 2024 દરમ્યાન આ પ્રદર્શનનું ગાંધીનગરમાં એકઝીબીશન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનમાં દેશમાં કાપડ ઉદ્યોગની અગ્રેસર 125 થી વધુ બ્રાન્ડસનાં 93 જેટલા સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. એટલુ જ નહિં નાની-મોટી બ્રાન્ડસનાં દેશભરના મળીને 800 થી વધુ એકસપોર્ટસ બાળઈંગ હાઉસ અને ગારમેન્ટર્સ માટે ઇ2ઇ અને ઇ2ઈ નુ આયોજન પણ કરવામાં આવ્યુ છે. 1960 થી કાર્યરત અમદાવાદ મસ્કતી કાપડ મહાજન દ્વારા 2019 ની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં પ્રથમ ટ્રેડ ફેરની શરૂઆત કરવામાં આવી હતી.

ફેબેકસાનાં આ નવમાં ટ્રેડ ફેર એકસ્પોનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો તે અવસરે મસ્કતી કલોથ એસો.ના પ્રેસીડેન્ટ શ્રી ગૌરાંગ ભગત, સેક્રેટરી શ્રી નરેશકુમાર શર્મા અને પદાધિકારીઓ તથા એકઝીબીટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj