(સાગર સોલંકી / ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી, તા. 13
ધોરાજી ખાતે જામકંડોરણા રોડ પર આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે જીલ્લા શિક્ષણ અધિકારી રાજકોટ અને મહર્ષિ દધિચી શાળા વિકાસ સંકુલ-ધોરાજી, જામકંડોરણાના સંયુકત ઉપક્રમે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2024 યોજાયું હતું.
જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ બનાવી રજૂ કરી હતી. આ કૃતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ ટકાઉ ભવિષ્ય એ વિજ્ઞાન ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપેલ હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા મેનેજીંગ ડાયરેકટર સંદીપભાઇ સોજીત્રા, પ્રિન્સીપાલ દિવ્યેશ ધાડીયા, જસ્મીનભાઇ રાબડીયા સહિત ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કુલના સ્ટાફગણ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy