અમેરિકાએ ચીનના સરકાર સમર્થિત હેકર્સ isoonને સૌથી ભયજનક ગણાવ્યો : ભારત પણ એલર્ટ

ભારતના 95.2 ગીગાબાઇટ ઇમીગ્રેશન ડેટા હેક કરતું ચીન : 10 હજાર ભારતીયો ટાર્ગેટ

India, World, Technology | 23 February, 2024 | 11:25 AM
અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટનો ધડાકો : વિશ્વના 20 જેટલા દેશોના સંવેદનશીલ ડેટા ચાઇનીઝ હેકર્સ ગ્રુપના ટાર્ગેટમાં : અનેક ભારતીય કંપનીઓના ડેટાની પણ ઉઠાંતરી થઇ હોવાનો અખબારનો રીપોર્ટ : ચીનની ઇન્ટેલીજન્સ અને મીલીટ્રીનો પણ હેકર્સને સપોર્ટ
સાંજ સમાચાર

વોશિંગ્ટન,તા.23
ભારત સહિત વિશ્વના અનેક દેશોના સાયબર જાસુસી કરી રહેલા ચીનના સરકાર સમર્થિત હેકર્સ ગ્રુપ દ્વારા ભારતમાં  ઇમીગ્રેશનના સંવેદનશીલ 95.2 ગીગાબાઇટ ડેટાની ઉઠાંતરી કરી હોવાનો ધડાકો અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને જણાવાયું છે કે, ચીનના સાયબર હેકર્સને દેશના ઇન્ટીલીજન્સ સહિતના વિભાગોનું સમર્થન મળી રહ્યું છે અને તેના મારફત તેઓ વિદેશી સરકાર અનેક મહત્વની મલ્ટીનેશનલ કંપનીઓ તથા મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને નિશાન બનાવી રહ્યા છે.

ગઇકાલે પ્રસિધ્ધ થયેલા રીપોર્ટમાં જણાવાયું છે કે, ચાઇનીઝ સરકારની સતાવાર લીંક ધરાવતા હેકર ગ્રુપએ આ પ્રકારે ‘ધ કેચ’ પ્રકારે 570 ફાઇલ્સ, ઇમેજ અને ચેટલોગ્સની ઉઠાંતરી કરી છે. જેને કારણે ભારતના ઇમીગ્રેશન ડેટાની સલામતી સામે પણ પ્રશ્ર્ન ઉભો કર્યો છે. ચાઇનીઝ હેકર્સનો દાવો છે કે માઇક્રોસોફટ, એપલ અને ગુગલ કંપનીના પ્રોગ્રામ અને સોફટવેર સિસ્ટમને તોડી શકે છે.

ચાઇનીઝ હેકર્સ દ્વારા હેક કરાયેલી આ ફાઇલો છેલ્લા આઠ વર્ષના ઇમીગ્રેશન ડેટા હોવાનું મનાય છે અને તેમના ટાર્ગેટમાં ભારત ઉપરાંત થાઇલેન્ડ, સાઉથ કોરીયા, બ્રીટન, તાઇવાન અને મલેશીયા હોવાનું બહાર આવ્યું છે. શાંઘાઇ સ્થિત ચાઇનીઝ કંપની અક્ષુન મારફત આ ડેટા થર્ડ પાર્ટી વેચાણ માટે ઉપલબ્ધ કરાયા છે. isoon નામના હેકર્સ ગ્રુપનું આ કૃત્ય હોવાનું માનવામાં આવે છે. તેને ભારતના ઇમીગ્રેશનના 95.2 ગીગાબાઇટસ ડેટા હેક કર્યા ઉપરાંત સાઉથ કોરીયાના ત્રણ ટેરાબાઇટ ડેટા કલેકશન પણ હેક કર્યુ છે અને તે હેકર્સ હોંગકોંગ, કઝાકીસ્તાન, મલેશીયા, મોગોંલીયા, નેપાળ અને તાઇવાનના ટેલીકોમ્યુનિેકેશનને ટાર્ગેટ બનાવી રહી છે.

અમેરિકમાં સાયબર સિકયુરીટીમાં ચીનને સૌથી મોટુ ભય તરીકે ગણવામાં આવે છે. જયારે ભારતમાં ગલવાન ઘટના બાદ દેશમાં ચાઇનીઝ હેકર્સ મારફત સાયબર સુરક્ષા સામે જે પ્રશ્નો સર્જાયા છે તેની સામે પણ એકશન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સપ્ટેમ્બર-2020માં એક અહેવાલમાં ચાઇનીઝ ટેકનોલોજી ઝેંહુવા ડેટા જે ચાઇનીઝ સરકાર અને ચાઇનીઝ મીલીટ્રી સાથે સંકળાયેલી છે તેેના મારફત વિશ્વભરમાં અંદાજે 25 લાખ જેટલા લોકોનું મોનેટરીંગ સતત કરવામાં આવી રહ્યું છે.

જેમાં 10 હજાર ભારતીયોનો સમાવેશ થાય છે અને ભારત સરકારે નેશનલ સાયબર સિકયુરીટી કો-ઓડીનેશન તેમજ ધ નેશનલ સિકયુરીટી કાઉન્સીલ સેકરેટેરીયટ મારફત ચાઇનીઝ હેકર્સનો મુકાબલો કરવા તૈયારી કરી છે. એટલું જ નહીં ભારતમાં વિવિધ કંપનીઓના ઇન્કમટેકસ સહિના બીઝનેસ ડેટા પણ આ સાયબર ચાંચીયાઓ હેક કરી લે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj