શહેર ભાજપ દ્વારા ચાંદી બજારના ચોકમાં રામસવારીનું સ્વાગત

Local | Jamnagar | 20 April, 2024 | 03:02 PM
સાંજ સમાચાર

જામનગર તા.20

પ્રતિ વર્ષ મુજબ જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં શહેર ભાજપ પરિવાર તેમજ સ્થાનિક નગર સેવકો દ્વારા રામસવારીનું ભવ્યાતીભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

જેમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના અગ્રણી અને ડીસ્ટ્રીક બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સ્થાનિક કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, તેમજ વોર્ડ નંબર 9 ના અન્ય કોર્પોરેટરો કુસુમબેન પંડ્યા, ધર્મીનાબેન સોઢા, ધીરેનભાઈ મોનાણી, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન મનીષભાઈ કટારીયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલભાઈ સોરઠીયા, પ્રદેશ અગ્રણી સુરેશભાઈ વસરા, બાબુભાઈ ચાવડા, તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, કોર્પોરેટર હકાભાઇ ઝાલા, પ્રભાબેન ગોરેચા, પાર્થ જેઠવા, મુકેશભાઈ માતંગ, પરાગભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના અન્ય હોદ્દેદારો મહિલા મોરચાના હોદ્દેદારો સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓની ઉપસ્થિતિમાં ચાંદી બજારના ચોકમાં ભગવાન રામ લક્ષ્મણ જાનકીની પાલખી આવી પહોંચી ત્યારે રામધુન બોલાવાઈ હતી, અને સમગ્ર ચાંદી બજારનો ચોક રામમય બન્યો હતો. અન્ય નગરજનોએ પણ બહોળી સંખ્યામાં ચાંદી બજારના ચોકમાં હાજરી આપી હોવાથી રામ મય વાતાવરણ બન્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj