સ્વાતિ માલીવાલ પર હુમલાનો વીડિયો મળ્યો હોવાનો દાવો: બિભવએ તેના પેટ પર લાત મારી, શર્ટ ખેંચ્યાનો આરોપ

India | 17 May, 2024 | 05:49 PM
પ્રચાર વચ્ચે કેજરીવાલ પંજાબથી દિલ્હી પહોંચ્યા
સાંજ સમાચાર

ન્યુ દિલ્હી : 
શુક્રવારે દિલ્હીના સીએમ આવાસ પર અઅઙના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર અને મારપીટનો વીડિયો સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સીએમ આવાસનું છે.
લડાઈ પછી સ્વાતિ સોફા પર બેઠી છે. બિભવ બહાર આવ્યો અને દિલ્હી પોલીસ દ્વારા તૈનાત સુરક્ષાકર્મીઓને અંદર મોકલી દીધા. બિભવે સ્ટાફને સ્વાતિ માલીવાલને બહાર ફેંકી દેવા કહ્યું. જોકે, દૈનિક ભાસ્કર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પંજાબમાં પોતાના તમામ કાર્યક્રમો અને રેલીઓ રદ્દ કરી દીધી છે. તેઓ દિલ્હી જવા રવાના થયા છે.

સમગ્ર મામલો : આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલે થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર મુખ્યમંત્રીના સહયોગી બિભવ કુમાર દ્વારા તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

શુક્રવારે પોલીસે આ મામલે મેજિસ્ટ્રેટની સામે સ્વાતિ માલીવાલનું લેખિત નિવેદન નોંધ્યું હતું. સ્વાતિ માલીવાલે ઋઈંછમાં બિભવ કુમાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. સ્વાતિ માલીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારે સ્વાતિ માલીવાલને ઘણી વાર લાત મારી અને લગભગ સાત-આઠ વાર થપ્પડ મારી. સ્વાતિ મદદ માટે બૂમો પાડવા લાગી ત્યારે પણ બિભવ રોકાયો નહીં. સ્વાતિએ જણાવ્યું કે તે સતત મદદ માટે બૂમો પાડી રહી હતી પરંતુ બિભવ રોકાયો નહીં. આરોપ છે કે બિભવે તેની છાતી, પેટ અને શરીરના નીચેના ભાગો પર લાતો વડે હુમલો કર્યો હતો. સ્વાતિની ફરિયાદ પર દિલ્હી પોલીસે ગુરુવારે એફઆઈઆર નોંધી હતી, જેમાં તેમણે બિભવ કુમારને આરોપી બનાવ્યો હતો. 

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે રાજ્યસભાના સાંસદ કેજરીવાલની નજીકના વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. આમ છતાં દિલ્હીના મુખ્યમંત્રી મૌન છે. તેમણે કહ્યું કે કેજરીવાલે આ માટે માફી માંગવી જોઈતી હતી, પરંતુ બિભવ કુમાર તેમની સાથે લખનૌમાં ફરતા હતા.

► મારા પેટની નીચે મુકકા અને લાતો મારવામાં આવેલી: સ્વાતિ
 આમ આદમી પાર્ટીની રાજયસભા સાંસદ સ્વાતી માલીવાલની મારપીટનો મુદો હાલ ગરમાયો છે. ત્રણ દિવસ બાદ આ મામલે સ્વાતીએ મોં ખોલ્યુ છે ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સ્વાતીએ એવો સનસનીખેજ ખુલાસો પોલીસ પુછપરછમાં કર્યો હતો કે સીએમ કેજરીવાલના અંગત સચીવ બિતીય કુમારે તેને લાતો અને ઘુસ્સાઓ માર્યા હતા. માલીવાલે ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેને થપ્પડ મરાઈ હતી અને પેટની નીચે મુકકા પણ મારવામાં આવ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj