કોચીંગ ગાઈડલાઈન સામે કલાસીસ સંચાલકો ખફા: હાઈકોર્ટમાં જવાની તૈયારી

Gujarat | Ahmedabad | 26 February, 2024 | 05:48 PM
ગાઈડ લાઈનમાં વિસંગતતા હોવાથી કલાસીસ સંચાલકો સરકારમાં રજૂઆત કરશે: કોચીંગ માટે છાત્રની વય મર્યાદા 16 દૂર કરવા અથવા 10 વર્ષ કરવા માંગ: એક બાળકના ટયુશનનુ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવા રજુઆત
સાંજ સમાચાર

અમદાવાદ,તા.26
કેન્દ્ર સરકારે કલાસીસ સંચાલકો માટે બહાર પાડેલી ગાઈડલાઈન સામે સંચાલકો નારાજ છે. ગાઈડલાઈનની કેટલીક જોગવાઈઓમાં વિસંગતતા હોવાથી તે મુદ્દે કલાસીસ સંચાલકો હવે સરકારમાં રજુઆત કરશે અને જો તેમની રજુઆત બાદ પણ ઉકેલ નહિં આવે તો હાઈકોર્ટમાં જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. કલાસીસ સંચાલકોનાં એસો.દ્વારા ગાઈડલાઈનમાં સુધારા કરવા માટેનાં સુચનો કર્યા છે.

જેમાં 50 થી વધુ સંખ્યા હોય તો જ રજીસ્ટે્રશનની જોગવાઈના બદલે એકપણ વિદ્યાર્થીને ટયુશન આપતા હોય તો પણ રજીસ્ટ્રેશન જરૂરી હોવાની જોગવાઈ કરવા માંગ કરી છે. ઉપરાંત કોચીંગ માટેની વય મર્યાદા 16 વર્ષની છે તે દુર કરવા અથવા તો 10 વર્ષ કરવા માટે પણ માંગ કરાઈ છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોચીંગ કલાસીસના રજીસ્ટ્રેશનની ગાઈડલાઈન લઈને ટયુશન કલાસીસ સંચાલકોનાં ફેડરેશન ઓફ એકેડેમીક એસોસીએશનની બેઠક મળી હતી. જેમાં ગાઈડલાઈન માટે સુધારા સુચવવામાં આવ્યા છે.

કલાસીસ સંચાલકોનાં મહત્વનાં સુધારા પર નજર કરીએ તો, ગાઈડલાઈનમાં 50 કરતાં વધુ સંખ્યા હોય તો જ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરીયાત છે તેવી જોગવાઈ છે જેથી શાળાના શિક્ષકો જે ઓછા વિદ્યાર્થીઓને ટયુશન કરાવે છે. જેથી એસો.ની માંગ અનુસાર એકપણ વિદ્યાર્થીને ટયુશન કરાવતા હોય તેમણે રજીસ્ટ્રેશન કરાવવુ જોઈએ.

એસો.ના પ્રેસીડેન્ટ વિજય મારૂ અને ડે.પ્રેસીડેન્ટ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અન્ય મુદાઓને લઈને પણ એસો.દ્વારા આગામી દિવસોમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવનાર છે. ઓનલાઈન ટયુશન કે કોચીંગ આપતી સંસ્થાના શિક્ષક કે ટ્રસ્ટની પ્રવૃતિ માટે પણ આ રજીસ્ટ્રેશન ફરજીયાત કરવુ અનિવાર્ય છે. શાળા કે કોલેજ કે કોઈ સરકારી સંસ્થા સાથે જોડાયેલા કોઈપણ વ્યકિત કે શિક્ષક આ રજીસ્ટ્રેશન કરાવી શકે નહિં તે યોગ્ય કરવા સુચના કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત દરેક જીલ્લાનાં કોચીંગ કલાસના એસોસીએશન દ્વારા કોચીંગ કલાસના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે સામુહીક કેરીયર ગાઈડન્સ સેમીનાર તથા પરીક્ષાનો ડર દુર કરવા અંગેના સેમીનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓને કાઉન્સેલીંગ પુરૂ પાડવામાં આવતુ હોય આવી સંસ્થા માટે વ્યકિતગત કાઉન્સીલીંગ ફરજીયાત રાખવાના નિયમોમાં છુટછાટ આપવી જોઈએ.

1 સ્કવેર મીટર જગ્યા પ્રતિ વિદ્યાર્થીનું માપદંડ શાળા કે કોલેજ માટે પણ ન હોવાથી કલાસીસ સંચાલકો માટે તે દુર કરી યોગ્ય કરવા માટે પણ સુચન કરાયું છે. આ ટયુશન કે કોચીંગ અંગેની ગાઈડલાઈનનું પાલન કરવા માટે ગુજરાત રાજયનાં તથા અમદાવાદ જીલ્લા કક્ષાએ બનતી સરકારી સભ્યોની ટીમમાં સંગઠનના સભ્યોને ગાઈડલાઈન કાર્યરત કરાવવા સહભાગી બનાવવા માટે પણ માંગણી કરવામાં આવી છે.

ટયુશન અધિનિયમ અને આરટીઆઈ મુજબ કોઈપણ શાળાના શિક્ષકો શાળાના સમયમાં કે સમય બાદ વેતન કે અવેતન શાળાના સંકુલ કે શાળાના સંકુલ બહાર કોઈપણ પ્રકારનું ટયુશન કરી નહીં શકે તે પણ આ ગાઈડલાઈનમાં ઉમેરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj