ટેકનિક અપડેટ : કો-પાયલોટ પ્રો AI ફીચર ટૂંક સમયમાં લેપટોપમાં ઉપલબ્ધ થશે

India, Technology | 02 April, 2024 | 12:42 PM
સાંજ સમાચાર

કો-પાયલોટ પ્રો AI સુવિધાઓ ટૂંક સમયમાં લેપટોપમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે. કો-પાયલટ એ માઇક્રોસોફ્ટ દ્વારા બનાવવામાં આવેલ AI સહાયક છે. તે વપરાશકર્તા માટે ઈમેલનો ડ્રાફિ્ંટગ, સર્ચ, AI ઈમેજ બનાવવા જેવા ઘણા કાર્યો સરળતાથી કરે છે.

ઇન્ટેલના જણાવ્યા અનુસાર, કો-પાયલટ AI ટૂંક સમયમાં જ PC પર નેટિવલી ચાલશે. આ માટે, લેપટોપને ઝડપી ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ (NPS) સાથેની ચિપની જરૂર પડશે. એક રિપોર્ટ અનુસાર, નેક્સ્ટ જનરેશનના પીસી અને લેપટોપ ટૂંક સમયમાં ઓન-ડિવાઈસ AI ટૂલ્સ ચલાવવા માટે સક્ષમ હશે.

iPhone 16ની ડિસ્પ્લે સાઈઝ મોટી હશે
iPhone 16 વિશે બીજું નવું અપડેટ આવ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની ડિસ્પ્લે સાઈઝ મોટી હશે. iPhone 16 PRoમાં 6.3-ઇંચની સ્ક્રીન આપી શકાય છે, જ્યારે iPhone 15 ઙજ્ઞિમાં 6.1-ઇંચની સ્ક્રીન આપવામાં આવી હતી. iPhone 16 અને શઙવજ્ઞક્ષય 16 ઙહીતની ડિસ્પ્લે સાઈઝમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ સિવાય iPhone 16 સીરીઝના આ બંને બેઝ મોડલ ફોનમાં એક્શન બટન આપવામાં આવી શકે છે. યૂઝર્સ iPhone 16માં ખાસ કેપ્ચર બટન પણ મેળવી શકે છે. આના દ્વારા તમે એક ક્લિકમાં ફોટો ખેંચી શકશો.

પિન કરેલા મેસેજનો પ્રીવ્યુ દેખાશે
WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેનાથી પિન કરેલા સંદેશનું પૂર્વાવલોકન ચેટ સ્ક્રીનની ટોચ પર દેખાશે. આ સાથે યુઝરને મેસેજ ઓપન કરવાની જરૂર નહીં પડે. જો કોઈ વપરાશકર્તા ફોટો પિન કરે છે, તો પિન કરેલા સંદેશમાં થંબનેલ દેખાશે.

આનાથી વપરાશકર્તાઓ સંદેશને સંપૂર્ણપણે ખોલ્યા વિના ઝડપથી ક્ધટેટને ઓળખી શકશે. પહેલાં, પિન કરેલા સંદેશાઓ માટે થંબનેલ્સ બતાવવામાં આવતા ન હતા. કંપની ચેનલ અને કોમ્યુનિટી માટે ઘણી સુવિધાઓ પણ લાવી રહી છે. આમાંથી કેટલાક બીટા વર્ઝન માટે રોલઆઉટ કરવામાં આવ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj