કાલે પરીક્ષા સમિતીની બેઠક બોલાવવા કલેકટર; એકશન પ્લાન જાહેર થશે

Saurashtra | Rajkot | 28 February, 2024 | 05:22 PM
રાજકોટ સહિત રાજયના તમામ કલેકટરો-શિક્ષણાધિકારીઓ સાથે બોર્ડ સચિવની વીડીયો કોન્ફરન્સ યોજાશે: રાજકોટ શહેર-જિલ્લામાં ધો.10ના 45642, ધો.12 વિજ્ઞાન પ્રવાહના 8653 અને સામાન્ય પ્રવાહના 26215 વિદ્યાર્થીઓ
સાંજ સમાચાર

રાજકોટ તા.28
 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.11 માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થનાર હોય રાજકોટ શહેર-જિલ્લામાં આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આવતીકાલે તા.29ને ગુરૂવારના બપોરના 1 કલાકે જીલ્લા પરીક્ષા સમિતીની બેઠક બોલાવવામાં આવેલ છે.

જે બાદ બપોરના ત્રણ કલાકે શિક્ષણબોર્ડના ચેરમેન દ્વારા રાજકોટ સહિત રાજયભરના તમામ જીલ્લા કલેકટરો અને જીલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી છે. જીલ્લા પરીક્ષા સમિતિની બેઠક અને બોર્ડ સચિવની વિડીયો કોન્ફરન્સ બાદ બોર્ડની પરીક્ષાનો રાજકોટ જીલ્લાનો એકશન પ્લાન જાહેર કરવામાં આવનાર છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રાજકોટ જીલ્લામાં ધો.10ના 45642, ધો.12 વિજ્ઞાન પ્રવાહના 8653 જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 26215 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે. જીલ્લામાં ધો.10ની પાંચ સેન્ટરો, ધો.12 વિજ્ઞાન પ્રવાહની ત્રણ સેન્ટરો, અને ધો.12 સામાન્ય પ્રવાહની ચાર સેન્ટરો પરથી 80510 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

બોર્ડની આ પરીક્ષા દરમ્યાન ચોરી અને ગેરરીતિના બનાવો અટકાવવા માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે. જેમાં સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર ખાસ જાપ્તો રાખવામાં આવનાર છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડની આ પરીક્ષા સંદર્ભે અગાઉ રાજયનો એકશન પ્લાન જાહેર કરી દેવામાં આવેલ હતો. જે બાદ આવતીકાલે રાજકોટ જીલ્લાનો એકશન પ્લાન જાહેર કરી દેવામાં આવનાર છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj