હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને હળવદ નજીક અકસ્માત : ટેન્કર પાછળ કાર ટકરાઇ

Saurashtra | Surendaranagar | 17 April, 2025 | 11:59 AM
કલાકાર અને તેના ડ્રાઇવરને સદ્નસીબે કોઇ ઇજા પહોંચી નહીં
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)  વઢવાણ, તા. 17
હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને આજે અકસ્માત નડયો હતો. આજે સવારે હકાભા ગઢવી પોતાની કારમાં હળવદથી મોરબી માળિયા તરફ જઈ રહ્યા હતા તે સમયે ધનાળા ગામ પાસે ટેન્કર પાછળ કાર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં હકાભા અને તેમના ડ્રાઇવરને કોઈ પણ ઈજા પહોંચી ન હતી.
મળતી વિગતો અનુસાર હાસ્ય કલાકાર હકાભા ગઢવીને અકસ્માત નડયો છે.

હકાભા આજે સવારે 10-30ની આસપાસ પોતાની કારમાં હળવથી મોરબીમાળિયા તરફ જઈ રહ્યા હતા. તે વખતે હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે હાઇવેની વચ્ચે આવેલા ડિવાઈડરમાં રહેલા વૃક્ષોનો ટેન્કર પાણી પીવડાવી રહ્યું હતું.

તે વખતે પાછળથી આવતી હકાભા ગઢવીની કાર અચાનક ટેન્કર સાથે ટકરાઈ હતી. જેના કારણે ડ્રાઇવર તરફનો કાચ તૂટી ગયો હતો અને બોનેટમાં નુકસાન થયું હતું. અક્સ્માત સમયે હકાભા ગઢવી કારમાં હાજર હતા પરંતુ કાર ડ્રાઈવર ચલાવતો હતો. જો કે કારમાં બેઠેલા હકાભા ગઢવી કે અન્ય કોઈને કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj