9મી એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ : માઁ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા-આરાધના : તિથિની વધઘટ નથી

Dharmik | 02 April, 2024 | 12:32 PM
પ્રથમ નોરતે અમૃત સિધ્ધિ યોગ, સર્વાર્થ સિધ્ધિ યોગ : આઠમા નોરતે પુષ્ય નક્ષત્ર : કળશ સ્થાપનાનું શુભમુહૂર્ત કયારે ?
સાંજ સમાચાર

રાજકોટ, તા. ર
 

આગામી તા. 9મી એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. જે તા.17ના સમાપન થશે. આ વખતે તિથિની કોઇ વધઘટ નથી. ચૈત્રી નવરાત્રીમાં પુરા નવ દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. આ નવ દિવસ વ્રત રાખવાની પરંપરા છે. માતાની પૂજા કરવાથી તથા વ્રત રાખવાથી સુખ સમૃધ્ધિનો વાસ થાય છે. 

નવરાત્રીમાં મા દુર્ગા સાથે જોડાયેલી બધી શકિતઓ જાગૃત થઇ જાય છે. નવરાત્રીમાં મા દુર્ગા પોતાના ભકતોના બધા કષ્ટો દુર કરે છે અને બધી મનોકામના પૂર્ણ કરે છે.

પ્રથમ નોરતાના દિવસે અમૃત સિધ્ધિ અને સર્વાર્થ સિધ્ધિનો યોગ છે. જયારે આઠમા નોરતે પુષ્ય નક્ષત્ર છે. આમ ચૈત્ર મહિનાની નવરાત્રીમાં અમૃત સિધ્ધિ, સર્વાર્થ સિધ્ધ તથા પુષ્ય નક્ષત્રનો સંયોગ શુભ ગણાય છે. તા.9મીના સવારે 7.3રથી લઇને પૂરો દિવસ અમૃત સિધ્ધિ યોગ છે. 
કળશ સ્થાપના

ચૈત્રી નવરાત્રીમાં ઘટ (કળશ) સ્થાપના તા.9મીના કરવામાં આવશે. ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 6 વાગ્યાથી  10.ર3 સુધીનું છે. તા.9ના બપોરે 1ર.03થી 1ર.પ4 સુધી અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્તમાં કળશ સ્થાપના કરી શકાય. 

આરાધના 
ચૈત્રી નવરાત્રી દરમિયાન કુળદેવીના મંત્ર જાપ, શ્રી યંત્રની ઉપાસના, શ્રી સુકતના પાઠ, મા ચામુંડાના મંત્રનો જાપ કરવો શ્રેયકર રહેશે.  મંત્ર જાપની 11 કે ર1 માળા કરવાથી શુભ ફળ મળે છે. નવરાત્રીમાં રામ ચરિત માનસ, સુંદર કાંડના પાઠ કરી શકાય છે.

તા.1રમી એપ્રિલના વિનાયક ચતુર્થી છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવી, દુર્વા ચઢાવવા, પૂજા કરવી. તા. ર3ના  શનિવારે ત્રિપંચમી છે. આ દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરવી, શ્રી સુકતના પાઠ કરવા તા. 14 એપ્રિલના સૂર્ય ઉપાસના અને સૂર્ય મંત્રના જાપ કરી શકાય છે તેમ જયોતિષી રાજદીપ જોષીએ જણાવેલ છે. 

પ્રથમ નોરતે શૈલીપુત્રીની પૂજા, બીજા નોરતે બ્રહ્મચારિણી માતાની પૂજા, ત્રીજા નોરતે ચંદ્રઘંટાની પૂજા, ચોથા નોરતે  કુષ્માંડા માતાની પૂજા, પાંચમા નોરતે સ્કંદ માતાની પૂજા, છઠ્ઠા નોરતે કાત્યાયની માતાજીની પૂજા, સાતમા નોરતે  કાલ રાત્રીની પૂજા, આઠમા નોરતે મહાગૌરીની પૂજા તથા નવમા નોરતે સિધ્ધિદાત્રી માતાજીની પૂજા કરવી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj