જામનગરમાં 137 સ્થળોએ જળસંગ્રહ શકિત વધારવાની કામગીરીનો પ્રારંભ

Local | Jamnagar | 18 May, 2024 | 03:14 PM
સાંજ સમાચાર

જામનગર તા.18
જામનગર જિલ્લામાં ડેમોના તળીયા દેખાવા લાગ્યા છે. ચોમાસાની રાહ જોવાય છે ત્યારે વરસાદના આગમન પહેલા રાજ્ય સરકારની સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ચેકડેમો-તળાવો ઉંડા ઉતારીને તેમજ જળ પ્રવાહના માર્ગોના અવરોધો દુર કરીને તળાવો, જળાશયોની સંગ્રહ શક્તિ વધારવાની કામગીરી રૂ.ર કરોડ 80 લાખના ખર્ચે 137 સ્થળોએ પુરજોશમાં ચાલુ થઈ ગઈ છે. જે આગામી તા.15 જુન સુધી ચાલુ રહેશે.

સુજલામ-સુફલામ યોજના અંતર્ગત જામનગર શહેરમાં નદીના તેમજ વરસાદી પાણીના આવા- ગમનના માર્ગોની સાફસફાઈના કામો કરવાની કામગીરી અંતર્ગત હાલ રંગમતી-નાગમતી નદીના સંગમ સ્થળ પરના પટમાંથી કચરો અને બાવળની ઝાડીઓ દુર કરવામાં આવી છે. આ જ રીતે જિલ્લાના છ તાલુકાઓમાં આવેલા તળાવો-ચેકડેમો ઉંડા ઉતારવા, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ, સીવીરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ, નહેરો, નદીનાળા, કેનાલની સફાઈ સહિતની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આ કામગીરીમાં કુલ 8 વિભાગો જોડાયા છે. દરેક વિભાગના ભાગે કામોના સ્થળોની વહેંચણી કરવામાં આવી છે. 

જેમાં જામનગર સિંચાઈ સિંચન વિભાગ હસ્તક 9, પંચાયત સિંચાઈ વિભાગ હસ્તક 68, પાણી - પુરવઠા બોર્ડ હસ્તક 7, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-ડીઆરડીએ હસ્કત 12, વોટરશેડના 9, મહાનગરપાલિકા હસ્તક 15 તેમજ ફોરેસ્ટ વિભાગ હસ્તક 10 મળીને કુલ 137 કામો રૂ.2 કરોડ 80 લાખના ખર્ચે થશે. જિલ્લામાં મોટાભાગના સ્થળોએ જુદા-જુદા વિભાગો દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેમાંથી તા.15 સુધીમાં 12 કામો પુરા થયા છે. 35 કામો પ્રગતિમાં છે. 

તાલુકા દીઠ કામોની સંખ્યા જોઈએ તો જામનગર તાલુકામાં 16, લાલપુર તાલુકામાં 23, કાલાવડમાં 10, જામજોધપુરમાં 41, ધ્રોલમાં 13, જોડીયામાં 19 તેમજ જામનગર શહેરમાં 15 સ્થળોએ કામગીરી થશે. જેમાં નદીના પટની સફાઈ ઉપરાંત કેનાલોની સફાઈ થશે. મહાનગરપાલિકાએ પણ અલગથી રૂ. 61.15 લાખની ફાળવણી કરી છે.

સરકારની ગાઈડલાઈન મુજબ જામનગર જિલ્લામાં તા.15 જુન સુધી સુજલામ સુફલામ યોજના અંતર્ગત થતા કામો પુરા થાય તે ગતિએ હાલ કામગીરી ચાલુ હોવાનું નોડલ અધિકારીના સૂત્રોમાંથી જાણવા મળે જણાવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj