પાક.ની ખસ્તાહાલ હાલતથી કાર ઉદ્યોગ ખોટવાઇ ગયો

પાકિસ્તાનમાં ઓટોમોટિવ ઉદ્યોગ ડામાડોળ કારોબાર સમેટી રહી છે કંપનીઓ

India, World, Business | 09 February, 2024 | 02:56 PM
2022ની તુલનામાં 2023માં પાકિસ્તાનમાં કારનું વેચાણ 50 ટકા ઘટી ગયું
સાંજ સમાચાર

ઇસ્લામાબાદ (પાકિસ્તાન), તા.9
પાકિસ્તાનની આર્થિક હાલત ખસ્તાહાલ છે જેની અસર પાકિસ્તાનના ઓટો માર્કેટ પર પણ પડી છે. પાકિસ્તાનમાં ઓટો માર્કેટ ડામાડોળ થઇ જતાં કંપનીઓ કારોબાર સમેટવા લાગી છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પાકિસ્તાનની ઓટોમેટિવ બજાર માટે વર્ષ 2023 ઘણું નિરાશાજનક રહ્યું હતું. પાકિસ્તાનની ડામાડોળ અર્થ વ્યવસ્થા વચ્ચે હાઇ પર્ચેશ પ્રાઇઝ અને ઓછા સામર્થ્યના કારણે પેસેન્જર વાહનોને સેલ ધડામ થઇ ગયું છે.

મોટાભાગના નિર્માતાઓએ પોતાના મોડેલોના વેચાણમાં ઘટાડો જોયો છે. પાકિસ્તાન ઓટોમેટિવ મેન્યુફેકચરર્સ એસો. (પીએએમએ)ના નવીનતમ આંકડા અનુસાર 2023 દરમિયાન દેશમાં કુલ 30662 કારો વેચાઇ હતી.

બધા સેગમેન્ટમાં આ આંકડો 2022ના સંબંધિત વેચાણના આંકડાનો લગભગ અડધો હતો. કુલ મળીને પાક.માં 2022માં 68912 યુનિટ કારો વેચાઇ હતી. જ્યારે 2023ના 30662 યુનિટ કાર વેચાઇ હતી.

હાલ પાકિસ્તાનનો પુરો ઓટોમેટિવ ઉદ્યોગ સંઘર્ષ કરી રહ્યો છે અને કાર બજારને વધુ નુકસાન થયું છે. કારોની વારંવાર વધતી કિંમત, સ્થાનિક મુદ્ાના ઘટતા મૂલ્ય, વ્યાજ દરોના વધવા સહિતની પાક.ના ઓટોમેટિવ ઉદ્યોગમાં અસર પડી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj