ઇન્સ્યોરન્સ કંપનીઓને જવાબદારી નકકી કરવા ઈરડાનો નિર્દેશ

દાવા વગરની વીમા પોલીસીમાં રકમ પરત અપાવવા કંપની એજન્ટો મદદ કરશે

India | 28 February, 2024 | 11:34 AM
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.28
ભારતીય વિમા નિયામક અને વિકાસ ઓથોરિટી (ઈરડા)એ દાવા વગરની વીમા પોલીસીનાં મામલામાં મોટા ફેરફાર કર્યા છે. નિયામકે વીમા કંપનીઓને નિર્દેશ કર્યો છે કે આ દાવા વગરની રકમ પાછી અપાવવામાં વીમા એજન્ટની મદદ લે જેના માટે એજન્ટો અને મધ્યસ્થોએ આવી પોલીસીના ગ્રાહકોનો થતો પતો લગાવવો પડશે અને બધી દાવા વગરની પોલીસીમાં તેમના સંપર્ક વિવરણ, બેન્ક ખાતા વગેરેને અપડેટ કરવા પડશે.

ઈરડાએ વીમા કંપનીઓને કહ્યું છે કે તેઓ પોતાના એજન્ટો અને મધ્યસ્થીઓને તેમના દ્વારા વેચવામાં આવેલ પોલીસીઓ પ્રત્યે જવાબદારી દાખવે જે અંતર્ગત વીમાકર્તાઓએ એ નિશ્ચિત કરવું પડશે કે એજન્ટ કે મધ્યસ્થી પોતાના ગ્રાહકોના પ્રસ્તાવ ફોર્મ અને આવેદનપત્ર જમા કરાવતી વખતે પોતાનો ફોન નંબર કે ઈમેલ આઈડી ન આપે.

બિનવારસી પોલીસીની વ્યાખ્યા નિશ્ચિત કરાઈ: આ સાથે જ ઈરડાએ દાવો ન કરવામાં આવેલ રકમની વ્યાખ્યાને પણ સંશોધીત કરી છે તેથી હવે આવી પોલીસી કે જયાં કેસબાજી, કલેમ પર કોઈ પ્રકારનો વાંધો અથવા સરકારી એજન્સીઓ દ્વારા પોલીસીને ફ્રીઝ કરવાનું કારણ દાવા રકમ રોકી દેવામાં આવી છે, તેને બિન વારસી રકમ નહીં માનવામાં આવે. નિયામકે સ્પષ્ટ કર્યું હતું કે જે પોલીસીમાં લાભાર્થી કે ગ્રાહક સંપર્ક યોગ્ય નથી. તેને બિનવારસીની શ્રેણીમાં રાખવામાં આવશે.

વીમા કંપનીઓ માટે નિર્દેશ: નવીનીકરણ સમયે પોલીસીધારકોને મોબાઈલ નંબર, ઈમેલ સરનામુ, નામાંકીત વિવરણ વગેરે અપડેટ કરવું પડશે. અધુરી કેવાયસી પુરી કરવી પડશે કે સગીરોના બીજી વાર કેવાયસી કરવી પડશે.

ગ્રાહકોને પોતાના સંપર્ક નંબર અને બેન્ક વિવરણને ઓનલાઈન અપડેટ કરવાનું કહેવામાં આવશે. દાવા વગરની પોલીસીના ગ્રાહકો સુધી પહોંચવા માટે વિભિન્ન માધ્યમોનો ઉપયોગ કરવો પડશે. પોલીસીધારકોને પોલીસીની પરિપકવતાથી ઓછામાં ઓછા 6 મહિના પહેલા સૂચના આપવી પડશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj