વેબસંકુલ સંસ્થા દ્વારા કાલે સ્પર્ધાત્મક પરીક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાશે

Local | Rajkot | 25 May, 2024 | 03:26 PM
કોરોનામાં માતા-પિતા ગુમાવનારા વિદ્યાર્થીને સંપૂર્ણ મદદ કરશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.25
ગાંધીનગર વેબસંકુલ સંચાલિત રાજકોટ શાખા દ્વારા આવતીકાલે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે જીપીએસસી,પીએસઆઈ, સીસીસી મુખ્ય પરીક્ષા અંગેના નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી દરમિયાનમાં થતી મુંઝવણ વચ્ચે આ સેમિનાર તેમના માટે ખુબ ઉપયોગી થશે

.આ સેમિનારમાં શુ વાંચવું, વાંચેલું કઈ રીતે યાદ રાખવું, રિવિઝન કઈ રીતે કરવું તેના વૈજ્ઞાનિક સંશોધનથી સાબિત થયેલી સ્ટ્રેટેજીનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.આ કાર્યક્રમ સવારે 9 કલાકે યોજાશે સેમિનારમાં જોડાવા વિદ્યાર્થીઓએ નં.76005 17255 પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ તકે ગાંધીનગર વેબસંકુલના ડિરેકટર વિકાસ પટેલ, રાજકોટ વેબસંકુલ ડિરેકટર હરદેવસિંહ ઝાલા તેમજ સ્પીપા ફેકલ્ટી ટીમનાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે.

જેમાં વિદ્યાર્થીઓને એજયુકેશન કીટ વિનામુલ્યે આપવામાં આવશે.કોરોના દરમિયાન જે વિદ્યાર્થીના માતા કે પિતાનું દુ:ખદ અવસાન થયેલ હોય તેવા વિદ્યાર્થીને 50 ટકા ફિ રાહત તેમજ માતા અને પિતા બંનેનું અવસાન થયેલ છે. તેવા વિદ્યાર્થીને કલાસ કરવા માટે રાજકોટ વેબસંકુલ શાખા દ્વારા કલાસિસની ફિ બિલકુલ નિ:શુલ્ક કરી આપવામાં આવશે સાથે તૈયારીમાં ઉપયોગી તમામ પુસ્તકો પણ આપવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj