રાજકોટ, તા.18
અમરેલીના લેટરકાંડમાં વધુ એક કાર્યવાહીના એંધાણ થઈ રહ્યા છે. મહિલા પર પોલીસ દમન સામે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં મૂળ રાજકોટ અને હાલ હાઈકોર્ટમાં વકીલાત કરતા એડવોકેટ બ્રિજ શેઠે ફરીયાદ નોંધાવી છે.
અમરેલી પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીના લેટરપેડનો તેમજ સહી અને સિક્કાનો દુરઉપયોગ કરવામાં આવેલ હોવાના કથીત બનાવ આધારે એફ.આઈ.આર. નોંધવામાં આવેલ હતી. જે ફરીયાદમાં આરોપીઓની ધડપકડ થયેલ અને પાટીદાર સમાજની એક યુવા દીકરીને પણ આરોપી બનાવી મોડી રાતે તેણીના નિવાસ સ્થાનેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ.
રીકન્સ્ટ્રક્શનના બહાને મહીલા આરોપી સહીત તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવેલ. નેશનલ હ્યુમન રાઈટસ કમિશનની ગાઈડલાઈન વિરૂધ્ધ મહીલા પ્રજાજનના બંધારીણીય હકકો અને માનવ અધિકાર ઉપર પોલીસના અતિક્રમણ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા બ્રિજ વિકાસ શેઠે નેશનલ હ્યુમન રાઈટસ કમિશનમાં ફરીયાદ કરેલ છે.
જે તે ફરીયાદમાં તેમણે ભોગ બનનાર દિકરી અને તેને વેઠેલી તકલીફો તેમજ પોલીસ તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા તેની સાથે કરવામાં આવેલ ગેરકાયદેસર, અપમાનજનક, ગેરબંધારણીય તેમજ માનવીય અધિકારનો સરેઆમ ભંગ થયા બદલ ભોગ બનનાર દિકરીને ન્યાય આપવા માટે નેશનલ હયુમન રાઈટસ કમિશનને વિનંતી અરજી કરેલ છે.
કમિશને આ ફરીયાદ સ્વીકારી તા.16/1/25ના રોજ રજીસ્ટર કરેલ છે. ટૂંક સમયમાં આગળની કાર્યવાહી થશે. દિકરીને ન્યાય આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પ્રેકટીશ કરતા એડવોકેટ બ્રિજ વિકાસ શેઠે ફરીયાદ કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy