વોશિંગ્ટન,તા.16
ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસીથી ઈમિગ્રન્ટ્સમાં ફેલાયેલા ડરનો ભરપૂર ફાયદો સ્કેમર્સ ઉઠાવી રહ્યા છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે થોડા સમય અગાઉ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના વિઝા રિવોક કરવાનું શરૂ કર્યું હતું જેના કારણે હાલમાં અમેરિકામા અભ્યાસ કરતાં ફોરેન સ્ટુડન્ટ્સ ડરેલા છે.
સ્કેમર્સ આવા સ્ટુડન્ટ્સને ટાર્ગેટ કરીને તેમની સાથે ઠગાઈ કરી રહ્યા છે. FBIએ પોતાના એક એનાઉન્સમેન્ટમાં જણાવ્યું છે કે સ્કેમર્સે અત્યાર સુધીમાં યુએઈ, સાઉદી અરબ, કતાર અને જોર્ડનના સ્ટુડન્ટ્સને ટાર્ગેટ કર્યા છે.
ટ્રમ્પ સરકારે હમાસનું સમર્થન કરનારા અને કેમ્પસ એક્ટિવિઝમમાં સામેલ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી હતી અને 5000 જેટલા ફોરેન સ્ટુડન્ટ્સનું લીગલ સ્ટેટસ કેન્સલ કરી દીધું હતું જેના કારણે તેમની સામે ડિપોર્ટેશનનું જોખમ ઊભું થયું હતું.
જોકે, ઘણા સ્ટુડન્ટ્સે ટ્રમ્પની કાર્યવાહીને કોર્ટ્સમાં પડકારી હતી. કોર્ટ્સે પણ ફોરેન સ્ટુડન્ટ્સનો પક્ષ લેતા તેમના વિઝા રિવોકેશન પર ટેમ્પરરી રોક લગાવી દીધી છે, તેમ છતાં હાલમાં અમેરિકામાં અભ્યાસ કરતાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડરેલા છે, જેનો લાભ ગઠીયાઓ લઈ રહ્યા છે.
સ્કેમર્સ કેવી રીતે ફોરેન સ્ટુડન્ટ્સને ટાર્ગેટ કરી રહ્યા છે તે અંગે FBIએ કહ્યું છે કે, સ્કેમર્સ અમેરિકામાં ભણતા અથવા તો અમેરિકા આવવાની પ્રોસેસમાં રહેલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનો કોન્ટેક્ટ કરે છે.
આવા સ્ટુડન્ટ્સને તે ઈમિગ્રેશન અથવા તો સરકારી અધિકારી હોવાની ઓળખ આપીને તેમને ડરાવે છે કે F-1 સ્ટુડન્ટ વિઝા જરૂરિયાતોના ઉલ્લંઘન અથવા તો અન્ય ઈમિગ્રેશન સમસ્યાઓના કારણે તે આઉટ ઓફ સ્ટેટસ છે, એટલે કે તેમની પાસે કોઈ લીગલ સ્ટેટસ નથી.
બાદમાં તે સ્ટુડન્ટ્સને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને ડિપોર્ટ કરવાની ધમકી આપીને તેમની પાસે પૈસાની માંગણી કરે છે. સ્કેમર્સ તેમને ઈમિગ્રેશન પેપરવર્ક પ્રોસેસ માટે, યુનિવર્સિટી રેજિસ્ટ્રેશન ફી ચૂકવવા અથવા તો લીગલ ફી ચૂકવવા જેવી વાતો કરીને કોઈ અજાણી એન્ટિટી અથવા તો બેંક એકાઉન્ટમાં પેમેન્ટ કરવાનું કહે છે.
આ ઉપરાંત FBIએ તે પણ કહ્યું છે કે જે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને લાગે છે કે તેમને આવા સ્કેમ માટે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા તો તેવા લોકો તાત્કાલિક એજન્સીનો સંપર્ક કરે અને શક્ય તેટલી ઈન્ફોર્મેશન પૂરી પાડે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy