જામનગર લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર જે.પી.મારવીયા 99 લાખની સંપત્તિના માલિક

Saurashtra | Jamnagar | 17 April, 2024 | 03:12 PM
સાંજ સમાચાર

જામનગર તા.17
 

જામનગર લોકસભા બેઠક ઉપર હાલારમાં સૌ પ્રથમ ઉમેદવાર બનનાર કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયાએ ઉમેદવારીપત્ર ભરવા સાથે આપેલા સોગંદનામામાં પોતાના પાસે એક મોટર, રાજકોટમાં બે ઓફીસ, નિકાવામાં પારિવારિક 4.05 ગુંઠા ખેતીની જમીન સહિત કુલ રૂ.99.09 લાખની સ્થાવર જંગમ મિલ્કતો, મંડળીનું રૂ.1.44 લાખનું લેણું જાહેર કર્યા છે. વ્યવસાયે વકીલ એવા ઉમેદવાર ઉપર કોઈ સરકારી કરજો નથી અને કોઈ ક્રિમિનલ રેકર્ડ ન હોવાનું સોગંદનામામાં જણાવાયું છે.

કોંગ્રેસી ઉમેદવારના સોંગનામાં જણાવાયું છે કે, તેના પાસે હાથ ઉપરની રોકડ રૂ.3 લાખ, પત્ની પાસે રૂ.2 લાખ, નિકાવા યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં પિતા સાથે સંયુક્ત ખાતામાં રૂ.1,69, 821, રાજકોટની સાઉથ ઈન્ડિયન બેંકના ખાતામાં રૂ.36,939, જામનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેન્કમાં રૂ.23,63, રાજકોટ પીપલ્સ બેન્ક (રાજકોટ શાખા) માં રૂ. 4119, 2011માં ખરીદેલી રૂ.4 લાખની ટાટા સફારી કાર, એક એક્ટિવા સ્કુટર, પોતાના પાસે એક ચેન- એક વિંટી મળી પાંચ તોલાના રૂ.3.50 લાખના દાગીના, પત્ની ઉર્મિલાબેન પાસે રૂ.7 લાખનું 10 તોલા સોનુ, 500 ગ્રામના રૂ.40 હજારની કિંમતના દાગીના, પોતાના પાસે રૂ.34 હજારવાળો અને પત્ની પાસે રૂ.10 હજારવાળો ફોન મળીને પોતાના પાસે રોકડ અને જંગમ મળીને કુલ રૂ.13 લાખ 81 હજાર, 739 અને પત્ની પાસે રૂ.9.5 લાખની અસ્ક્યામતો છે. આ ઉપરાંત વારસાઈમાં પિતા સાથે સંયુક્તમાં 4 એકર-05 ગુંઠા ખેતીની જગ્યા નિકાવા ખાતે છે. જેની બજાર કિંમત 49 લાખ થાય છે. આ જમીનમાં 50 ટકા હિસ્સો છે. 

આ ઉપરાંત રાજકોટમાં નાના મવામાં બાલાજી કોમ્પ્લેક્સમાં 215 ફુટની બે દુકાનો છે. જેની બજાર કિંમત રૂ.30 લાખ (50 ટકા ભાગીદારીની જગ્યા) થાય છે. ઉમેદવારના કરજાની વાત કરીએ તો નિકાવા સેવા સહકારી મંડળીની પિતા સાથે પ0 ટકા ભાગીદારીમાં રૂ.1.44 લાખની લોન સંયુક્ત નામે બોલે છે. બીજા સરકારી કરજા તેઓ ધરાવતા નથી અને ક્રિમિનલ રેકર્ડ ધરાવતા નથી. રાજકોટમાંથી વર્ષ 200રમાં બી.કોમ. અને 2007માં એલએલબી ભણતર પુરૂ કર્યા બાદ તરત સનદ મેળવીને વકીલાત શરૂ કરી છે. તેના આવકના સ્ત્રોતમાં ખેતી, વકીલાત અને નોટરી પેકટીસ દર્શાવવામાં આવ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj