અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુંમરે ઉમેદવારી ફોર્મ ભર્યું

Saurashtra | Amreli | 17 April, 2024 | 11:34 AM
કોઈ ફરિયાદ નહી: 8 કરોડ 44 લાખની સંપતિ
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.17
 

અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન વિરજીભાઇ ઠુંમર ગઈકાલે બપોરના 1ર-39ના વિજય મુહુર્તમાં પોતાની ઉમેદવારી ફોર્મ રજુ કરવા માટે થઈ ટ્રેકટર ચલાવી અને કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. તેઓએ સોંગદનામામાં જણાવ્યા મુજબ તેઓ 40 વર્ષની વય ધરાવે છે. તેમણે લંડનની યુનિવર્સિટીમાંથી એચઆર વિષયમાં એમબીએ કર્યું છે.

કોઈપણ ગુનાહિત રેકોર્ડ ધરાવતા નથી. જેનીબેને પોતાના પરિવારની આવક અને સ્થાવર તથા જંગમ મિલકતોની વિગતો જાહેર કરી છે. જેમાં  છેલ્લે ભરેલા આઇટી રિટર્ન મુજબ જેનીબેનની વાર્ષિક આવક રૂ. પ લાખ 64 હજાર પ0 અને તેમના જીવનસાથીની આવક 18 લાખ 79 હજાર 990 છે. તેમની જંગમ મિલકતોમાં જેનીબેન પાસે હાથ પરની રોકડ રૂ. ર0 લાખ 60 હજાર 31 છે અને તેમના જીવનસાથી સંજયભાઈ બાબુભાઈ ચૌેધરી પાસે 13 લાખ 76 હજાર 9પ8 રોકડ છે. જેનીબેનની બેંકમાં થાપણ રૂ. 6 લાખ 1ર હજાર 97પ અને તેમના જીવનસાથીની કોઈ થાપણ દર્શાવી નથી. કંપનીઓમાં રૂ. ર લાખ 91 હજાર ર00નું રોકાણ છે. બંનેની રૂ. ર7 લાખ 11 હજાર183ની વીમા પોલિસી છે. કાર અને બાઈક મળીને 1પ લાખ 3પ હજારના વાહનો છે. બંને પાસે 1 કિલો સોનું છે જેની કિંમત રૂ. 70 લાખ છે. બંનેની મળીને રૂ. 1 કરોડ ર1 લાખ ર9 હજાર 913ની જંગમ મિલકતો છે.
સ્થાવર મિલકતોમાં વાવડી રોડ પર ખેતીની જમીન, માણસાના સમો ગામે જમીન, અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં બંગલો વગેરે મળીને બન્ને પાસે કુલ 7 કરોડ ર6 લાખ 14 હજાર પ00ની સ્થાવરમિલકત છે. સ્થાવર જંગમ બંને મળીને કોંગ્રેસના ઉમેદવાર 8 કરોડ 47 લાખ 44 હજાર 413 રૂપિયાની સંપત્તિ ધરાવે છે.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj