ભાજપ ઉમેદવારનાં નિયમ વિરૂધ્ધ લાગેલા હોર્ડિંગ્સ હટાવવા કોંગ્રેસ સમિતિનું આવેદનપત્ર

Politics, Lok Sabha Election 2024 | Rajkot | 22 April, 2024 | 04:22 PM
વડાપ્રધાન અને ભાજપ ઉમેદવારના હોર્ડિંગ્સોમાં પ્રિન્ટર અને પ્રકાશકના સરનામા ઉલ્લેખ નહીં : બેનરો-પોસ્ટર્સ હટાવવા ચૂંટણી અધિકારીને રૂબરૂ રજુઆત
સાંજ સમાચાર

રાજકોટ, તા. 22
રાજકોટ લોકસભા વિસ્તારમાં વડાપ્રધાન અને ઉમેદવારના હોર્ડિંગ્સો જે મારેલા છે તે નિયમ વિરૂધ્ધના હોય તાત્કાલીક હટાવવા અને માહિતી આપવા શહેર કોંગ્રેસ સમિતિએ કલેકટર-ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.

જેમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વડાપ્રધાન અને લોકસભાના ઉમેદવારના જે હોર્ડિંગ બેનરો મારેલા છે તે નિયમ વિરૂધ્ધના હોવાનું જાણવા મળેલ છે. વડાપ્રધાનના નામ સાથે જોડેલા ફોટાઓ મુજબનું ઇરાદાપૂર્વકનો ભયંકર છેતરપીંડી ભર્યો દુરૂપયોગ મતદારોને મુકત, ન્યાય અને પારદર્શક ચૂંટણીથી વિમુકત કરનારો છે. 

ચૂંટણી પંચની સંપૂર્ણ જાણકારી અને મદદ હેઠળ ‘ઇલેકટ્રોલ બોન્ડ’ના કૌભાંડ દ્વારા મેળવાયેલ અમર્યાદ તથા અનૈતિક નાણાનો દુરૂપયોગ દ્વારા થઇ રહેલા આવા ભ્રામક પ્રચારથી મતદારોને પ્રભાવિત કરવામાં આવે છે અને ચૂંટણી પ્રક્રિયાને પવિત્રતાને અપવિત્ર કરનારા અને ગંદી રાજ રમતને પોષનારા આવા ભ્રામક પ્રચારને ઉગતો ડામી દેવા વિનંતી છે.

અમારી જાણ મુજબ રાજકોટ સામાજીક આગેવાનો દ્વારા પ્રિન્ટર અને પ્રકાશકની ઓળખ વગરના હોર્ડિંગ મત વિસ્તારમાં અનેક સ્થળોએ લગાવેલા હતા તેમ છતાં આ હોર્ડિંગો હટાવવામાં ઠાગાઠૈયા કરવામાં આવ્યા હતા અને ઉતારવામાં આવ્યા ન હતા. કલમ 7 1ર7એનું ઉલ્લંઘન પ્રિન્ટર અને પ્રકાશકના સરનામાઓ પોસ્ટર્સ/બેનર્સમાં ઉલ્લેખિત નથી.

શહેરમાં આઇવે પ્રોજેકટ હેઠળ લગાવાયેલા સીસીટીવી ફૂટેજ કમેેરાના આધારે થૂકનારા અને ટ્રાફિકના સામાન્ય ગુનામાં લોકોને દંડનીય કાર્યવાહી થાય છે ત્યારે આ બેનર કોણે લગાવ્યા કેટલા દિવસ લગાવ્યા અને કોણે આંખ મિચામણા કર્યા તે એક પ્રશ્ર્ન છે જવાબદાર અધિકારીઓ સામે નિયમ અનુસાર કાયદેસરની કડક કાર્યવાહી કરવી જોઇએ એવી અમારી માંગ છે.

ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના નોટીસફેકશનથી ઉપર વટ જઇને રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીઓ મનસ્વી રીતે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. વધુમાં આ સાથે જે બેનાર કે હોર્ડિંગો છે તેમાં પ્રકાશકમાં 10 લોકસભા ચૂંટણી સમિતિ રાજકોટ લખેલ છે. તો તે અંગે સ્પષ્ટતા કરશો. શહેરના કાલાવડ રોડ પર એલઆઇસી ઓફિસના ગેટ પાસે અને અંડરબ્રીજમાં રેલ્વેની સાઇડ છે તે પર હોર્ડિંગ મારેલ છે.

જે અંગે સિનિયર કોંગ્રેસ આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલા, સંજયભાઇ લાખાણી, કૃષ્ણદતભાઇ રાવલે કોલ સેન્ટરમાં અને સી-વિઝીલમાં ફરીયાદ કવરામાં આવી છે. જે ચૂંટણી પંચના રેકોર્ડ પર મોજુદ છે. ફરિયાદો બાદ અમુક કિસ્સામાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

વડાપ્રધાન અને ઉમેદવારના કુલ કેટલા હોર્ડિંગો રાજકોટમાં મારેલા છે તેની વિગતો આપવા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલ રાજાણી અને સમિતિના હોદ્દેદારોએ માંગણી કરી છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj