(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 30
લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસે વિવિધ જિલ્લાઓમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે. પ્રદેશ નેતાઓએ સુરેન્દ્રનગરમાં સ્થાનિક કાર્યકરો અને પત્રકારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્થાનિક સ્તરના પ્રશ્નો અને મુદ્દાઓ સાંભળવામાં આવ્યા હતા.
પ્રદેશ નેતાઓ ત્રણ દિવસ સુધી સુરેન્દ્રનગરમાં રોકાણ કરશે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે 6 નામોની યાદી તૈયાર કરવામાં આવી છે. પાર્ટી લાગવગશાહી વગર જિલ્લા પ્રમુખની નિમણૂક કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
પ્રદેશ નેતાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસની નબળાઈઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક નેતાઓ પ્રદેશ નેતૃત્વનો વિશ્વાસ જીતવા માટે સક્રિય જોવા મળ્યા હતા. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી સંગઠનને મજબૂત કરવાની દિશામાં આ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy