કોંગ્રેસ વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતની સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રવકતા તરીકે વરણી

Local | Rajkot | 20 April, 2024 | 04:42 PM
લડાયક આંદોલનકારી નેતાને કોંગ્રેસે ફરી મહત્વની જવાબદારી સોંપી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 20

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશી, સૌરાષ્ટ્રના મીડિયા ઇન્ચાર્જ ડો.નિદ્ત બારોટ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી પહેલા વિભાગીય પ્રવકતાઓની યાદી જાહેર કરી છે લડાયક વિદ્યાર્થીનેતા તરીકેની છાપ ધરાવતા રોહિતસિંહ રાજપૂતની સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના વિભાગીય પ્રવક્તાની જવાબદારી સોંપવામા આવી છે. 

ગત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ રાજપુતની આ જ પદ પર ગુજરાત કોંગ્રેસ દ્વારા નિમણુંક કરવામાં આવી હતી બાદ હાલ આ લોકસભા ચૂંટણીને અનુસંધાને બીજી વખત તેઓને કોંગ્રેસ પાર્ટીએ આ પદે નિમણુંક કરી છે.ઉપરોક્ત જણાવી દઈએ કે રોહિતસિંહે કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ એન.એસ.યુ.આઈ. પણ મા મહત્વના હોદ્દાઓ પર અસરકારક જવાબદારીઓ નિભાવેલ છે ત્યારે આ મહત્વના ગણાતા આ પદ સૌથી નાની વયના યુવા કાર્યકરની પક્ષ પ્રત્યેની નિષ્ઠાપૂર્વક કામગીરીની કોંગ્રેસે નોંધ લઇને મોટી જવાબદારી સોંપી હોય તે અહી પ્રતિપાદિત થાય છે.

આ અંગે રોહિતસિંહ રાજપુતે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પક્ષ આજે સમગ્ર દેશમાં લોકશાહી બચાવવા અને લોકોના અલગ અલગ મુદે  વિપક્ષની ભૂમિકા ભજવીને સતત કાર્યો કરી રહી છે ત્યારે એક નીડર અને વફાદાર સૈનિક તરીકે મને પણ આ ઝુંબેશમા એક જવાબદારી સોંપી છે જે પૂરા ખંતથી અને નિષ્ઠાપૂર્વક નિભાવવાના સંપૂર્ણ પ્રયાસ કરીશ અને મારા પર જે વિશ્વાસ મૂકી આ પદે સૌથી નાની વયના યુવાનને તરીકે મોટી જવાબદારી આપી તેમા હુ ખરો ઉતરીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રોહિતસિંહે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક કૌભાડો, ભ્રષ્ટાચારોની બહાર લાવ્યા હતા જેમ કે અધ્યાપકોની ભરતીમાં ભલામણ કાંડ,માટી કૌભાંડ,ઓડિટપેરામાં ગેરવહિવટ, અશ્ર્વ સંવર્ધન પ્રોજેક્ટના નામે ગેરવહિવટ, કોરાનાકાળે વિદ્યાર્થીઓને વીમા કવચની ગેરેન્ટી, પરીક્ષા કેંદ્રોમાં જબલિંગ પ્રથા દૂર જેવા અનેક વિદ્યાર્થીઓના હિતલક્ષી રજુઆતો અને પરિણામલક્ષી આંદોલન કર્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj