સિટી ઇજનેરને ખંડણી માટે ધમકીના કેસમાં કોર્પોરેટર પતિની આગોતરા રદ

Crime | Jamnagar | 10 April, 2024 | 03:00 PM
સાંજ સમાચાર

જામનગર તા.10

જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેરએ ધાક-ધમકી આપવાના કેસમાં ધરપકડથી બચવા ફરારી પુર્વ કોર્પોરેટરે કરેલી આગોતરા જામીન અરજી અદાલતે રદ કરી છે.

ગત તા.27 માર્ચના રોજ કોર્પોરેશનના સીટી ઈજનેર ભાવેશભાઈ જાનીએ હાલ વિપક્ષના મહિલા દંડકના પતિ એવા પુર્વ કોર્પોરેટર તેજશી ઉર્ફે દીપુ પારીયા સામે વોર્ડ નં.7માં આવેલી મકવાણા સોસાયટીના એક રહિશ દ્વારા ઈમ્પેક્ટ ફીમાં જગ્યા કાયદેસર કરવા કરવા અગાઉ અરજી કરી હતી. જે નામંજુર થઈ હતી. તેથી તેજશી ઉર્ફે દિપુ પારીયાએ પોતાની ચેમ્બરમાં આવીને ઈમ્પેક્ટ ફીની ફાઈલ ક્લીયર કરી આપવા ધાક-ધમકી આપી હતી. જો ફાઈલ રદ કરવામાં આવશે. તો એટ્રોસીટીની કેસમાં ફસાવીને હેરાન કરીને ગત દિવસોમાં ખુન થયેલા એડવોકેટ હારુન પલેજા જેવી હાલત કરાવી નાંખવાની ધમકી આપી હતી. તેમજ સારી રીતે નોકરી કરવા મહિને એક લાખ રૂપિયાનો હપ્તો માંગ્યો હતો. તેમજ કાંઠલો પકડીને ઈમ્પેક્ટ ફીમાં નામંજુર થયેલી વોર્ડ નં.7ની ફાઈલ ગેરકાયદે મંજુર કરવા દબાણ કર્યાની સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ફરાર પુર્વ કોર્પોરેટરે અત્રેની અદાલતમાં જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી ચાલી જતાં અદાલતમાં જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ ભાર પુર્વક રજુઆતો કરી હતી કે, આરોપીને આગોતરા જામીન મળવાથી તેની સમાજમાં બહોળી અસર પડશે તેમજ અધિકારી સાથે બની હતી તેવી ઘટના ફરી બની શકવાની શક્યતા છે. પોલીસને આરોપી પુર્વ કોર્પોરેટરની તપાસ કરવાની છે. અદાલતે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય ગણીને આરોપી પુર્વ કોર્પોરેટરની આગોતરા જામીન અરજી રદ કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj