રાજકોટ,તા.21
અમરેલી લેટર કાંડનો મુદ્દો હાલ ચર્ચામાં છે. જેમાં પત્રકાંડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા અને આ આરોપો સાચા હોવાનું પણ કહેવામાં આવી રહયું છે. હજુ તો આ વિવાદ શમ્યો નથી ત્યાં ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે પણ ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે અને હવે આ મુદ્દે પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે આંદોલન પણ શરુ થયું છે.
અમરેલીના નકલી લેટર કાંડ બાદ ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે નવતર ઉપવાસ આંદોલન શરૂ થયું છે. મળતી માહિતી મુજબ અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે સામાજિક કાર્યકર્તા અર્ધ નગ્ન અવસ્થામાં આંદોલન કર્યું છે. સામાજિક કાર્યકરે પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ભષ્ટ્રાચાર, ખનન મામલે કલેકટરને લેખિત ફરિયાદ કરીને 7 દિવસમાં પગલાં ભરવાની માંગણી કરી છે.
અર્ધ નગ્ન અવસ્થામાં ઉપવાસ આંદોલન કરવાની સાથે સામાજિક કાર્યકાર નાથાલાલ સુખડીયા કલેકટર કચેરીએ પહોચ્યા હતા અને અમરેલીના કલેકટર કચેરી સામે અર્ધ નગ્ન અવસ્થામાં નાથાલાલ સુખડીયાએ નારાઓ નાખીને ન્યાયની માંગ કરી છ્ે. ત્યારે નાથાલાલ સુખડીયા સાથે ઓળીયા ગામના સરપંચ સહિતના ખેડૂતો પણ જોડાયા હતા.
આ સાથે અમરેલી નકલી લેટર કાંડના મૂળિયાંમાં પૂર્વ સાંસદ કાછડીયા હોવાનો નાથાલાલ સુખડીયાએ આક્ષેપ કર્યો છે. ત્યારે હવે આ મામલે પૂર્વ સાંસદ નારણ કાછડીયાની મુશ્કેલી વધી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy