વાછક52 બેડીમાં સશસ્ત્ર હુમલો અને એટ્રોસીટી કેસમાં નવ આરોપીના જામીન મંજુર કરતી કોર્ટ

Crime | Rajkot | 23 February, 2024 | 04:35 PM
ગાડી સરખી હાંકને હમણા શ્વાનને મારી નાખત. તેમ કહેતા બોલાચાલી બાદ મારામારી થઈ હતી
સાંજ સમાચાર

રાજકોટ, તા.23
 

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાછકપર બેડીમાં સાંજના આશરે નવેક વાગ્યે ફરીયાદી પોતાની કાર લઈને કાગદડી ગામના પાટિયાથી પોતાના ઘર તરફ આવતો હતો ત્યારે તે જ ગામના મોતિભાઈ જીવણભાઈ હાડગરડા તથા તેનો દિકરો ત્યાં ઉભેલ હતા અને ફરીયાદીને કહેલ કે, ગાડી સરખી હાંકને હમણા કુતરાને મારી નાખત. તેમ કહેતા આ મોતિભાઈ હાડગરડા ફરીયાદી સાથે બોલાચાલી થઈ હતી.

આ બાબતનો ખાર રાખી આશરે સાડા દસેક વાગ્યે સવારે ફરીયાદી પોતાની શેરીમાં હતો ત્યારે આ જ ગામના મોતિ હાડગરડા, અક્ષય મોતિ, જીવણ મલા, ગોવિંદ નવઘણ, હરેશ નાગજી, પુના નોંઘા, શુરેશ ઘેલા, રવિ ઘેલા તથા હિરા જીવણ એમ બધા આરોપીએ ફરીયાદીના ઘર પાસે આવી પાઈપ, કુહાડી, ધોકા વડે ફરીયાદીને માર મારી જાતી પ્રત્યે હડધુત કરેલ. ફરીયાદીને એક પગમાં ફ્રેકચર તથા બીજા પગમાં ત્રણ ટાંકા આવેલ હતા. કુવાડવા પોલીસે સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી તમામ નવ આરોપીઓની ધરપકડ કરેલ હતી. 

આ તમામ આરોપીઓએ પોતાના વકીલ કુલદિપસિંહ બી. જાડેજા મારફત રાજકોટની એટ્રોસીટી સ્પેશ્યલ કોર્ટમાં જામીન અરજી કરતા આરોપીના વકીલ, સરકાર તરફે રહેલ વકીલ, ફરીયાદીના વાંધાઓ તથા પોલીસના સોગંદનામાં ધ્યાને લઈ તમામ આરોપીને જામીન મુકત કરવા હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપી વતી રાજકોટના વકીલ કુલદિપસિંહ બી. જાડેજા, શિવરાજસિહ ઝાલા, હેતલ ભટ્ટ, રીકલ 52મા2, રવિરાજસિંહ 52મા2, જે.પી. જાડેજા રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj