ચાલુ કેસે ચેકની રકમના 20 ટકા ચુકવવા કોર્ટનો હુકમ

Crime | Rajkot | 21 May, 2024 | 03:11 PM
રમેશભાઈ પટેલે રેલકર્મી દિપક પંડયા સામે રૂ।.5 લાખના ચેક રિટર્નની ફરિયાદ કરી છે
સાંજ સમાચાર

રાજકોટ,તા.21
ચેક રિટર્નના ચાલું કેસ દરમ્યાન ચેકની રકમનાં 20 ટકા આરોપીએ ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે. બીજા વિગત મુજબ જેનિટર કાર્યાલય, રેલવે જંકશન, પરિચાલન વિભાગ રાજકોટ મંડલમાં હમાલ તરીકે નોકરી કરતાં આરોપી દિપક કનૈયાલાલ પંડયાએ રૂ।.5 લાખ ફરીયાદી રમેશભાઈ ધનજીભાઈ પટેલને ચુકવવા ચેક આપેલ તે પરત ફરતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ ફરીયાદ ચાલતાં દરમ્યાન ફરીયાદીને આર્થિક બોજો સહન કરવો ન પડે માટે ચેકની રકમનાં 20 ટકા લેખે રૂ।.1 લાખ ચેક લખનાર આરોપી ફરીયાદીને ચુકવે તેવો હુકમ કરવા કાયદાની કલમ 143 (એ) મુજબ ફરીયાદીએ અરજ કરેલ.

આરોપીને સમન બજતાં બચાવ માટે વકિલને રોકેલ.પક્ષકારોનાં વકિલોની દલીલ બાદ હુકમની તારીખથી 60 અને 20 ટકા લેખે રકમ આરોપીએ ફરીયાદીને ચુકવવી તેવો હુકમ રાજકોટનાં જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જે.એસ.પ્રજાપતિએ કરેલ હતો.ફરીયાદી વતી વકિલ તરીકે જી.એન.ડોડિયા રોકાયેલ હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj