મવડીની કરોડો રૂપિયાની મિલ્કત સંબંધે થયેલ દાવામાં મહત્વના દસ્તાવેજો રજૂ કરવાનો અદાલતનો આદેશ

Local | Rajkot | 20 April, 2024 | 04:16 PM
અદાલત સમક્ષ કોઈ હકીકત કે દસ્તાવેજો છુપાવી શકાય નહી અને છુપાવવામાં આવેલા હોય તો તે જાહેર કરવાની અદાલત ફરજ પાડી શકે : એડવોકેટની દલીલ
સાંજ સમાચાર

રાજકોટ, તા.20
મવડીની કરોડો રૂપિયાની મિલ્કત સંબંધે થયેલ દાવામાં મહત્વના દસ્તાવેજો રજૂ કરવાનો અદાલતે આદેશ કર્યો છે. દલીલ થઈ હતી કે, અદાલત સમક્ષ કોઈ હકીકત કે, દસ્તાવેજો છુપાવી શકાય નહી અને છુપાવવામાં આવેલા હોય તો તે જાહેર કરવાની અદાલત ફરજ પાડી શકે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, મવડી ગામના રહીશ ગુજ. ગોરધનભાઈ હરજીભાઈ સોરઠીયાની મિલ્કતમાંથી હિસ્સો મળવા અંગે ગુજરનારની પુત્રી દક્ષાબેન અને કંચનબેને એવા પ્રકારનો દાવો કરેલ કે, ગુજરનારના અગાઉના લગ્ન નંદુબેન નામની સ્ત્રી સાથે થયેલા અને તેઓ નંદુબેન તથા ગોરધનભાઈ સોરઠીયાના લગ્ન જીવનથી થયેલ પુત્રીઓ છે. તેઓ બંને છ વર્ષ અને એક વર્ષ ઉંમરના હતા.

ત્યારે તેમની માતા નંદુબેનના છુટાછેડા થયેલા અને ત્યાર બાદ નંદુબેને કચરાભાઈ સાથે લગ્ન કરેલા. અને કચરાભાઈના પરિવારમાં તેઓનો ઉછેર અને લગ્ન થયેલા. જેથી ગોરધનભાઈ તેમના પિતા હોય અને તેમની વારસાઈ મિલ્કતોમાં પુત્રી દરજજે મવડીની ખેતીની તથા રહેણાંક મિલ્કતમાં હિસ્સો આવેલો છે. દાવાના બચાવમાં ગોરધનભાઈ સોરઠીયાના પુત્રો વિપુલભાઈ અને ગુજ. લલીતભાઈના વારસોએ એવો બચાવ લીધેલ કે, દક્ષાબેન અને કંચનબેન તેઓની બહેન નથી અને ગોરધનભાઈ તેમના પિતા નથી. આ બંનેના કાયદેસરના પિતા કોટડા સાંગાણી તાલુકાના ગામ સાંઘવાયાના રહેવાસી કચરાભાઈ પરસાણા છે. આ બંને દાવો લાવનાર વાદીઓએ તેમના કુદરતી પિતા કચરાભાઈની ખેતીની જમીનમાંથી હક્ક, હિસ્સો પણ મેળવેલ છે.

નંદુબેનના છુટાછેડા કયારે થયેલા ? અને કચરાભાઈ સાથે પુન:લગ્ન કયારે થયેલા ? તેની વિગતો અને દસ્તાવેજ તેમજ કચરાભાઈનું રેશનકાર્ડ આ બંને વાદીઓના અભ્યાસના સર્ટીફીકેટ, લગ્નની કંકોત્રી અને સાંઘવાયા ગામે ખેતીની જમીનમાં રજુ થયેલ વારસાઈ આંબા તેમજ તેમના નામના બેંક એકાઉન્ટ અને સરકારી કચેરીમાં તેમના પિતા તરીકે નામો દર્શાવેલા હોય તેવા સરકારી કચેરીના પુરાવાઓ. સૌ પ્રથમ તો આ દાવો લાવનારે આ વિગતો મળવા માટેની અરજીનો લેખિત વાંધા આપી વિરોધ કરેલ. જેથી ડીસ્કવરી અરજીની સુનાવણી વખતે પ્રતિવાદી વિપુલભાઈ ગોરધનભાઈ સોરઠીયા તરફે રોકાયેલા ધારાશાસ્ત્રી અર્જુન પટેલે અદાલત સમક્ષ દલીલ કરતાં જણાવેલ કે, સિવિલ પ્રોસીઝર કોર્ડ ઓર્ડર-11 રૂલ-12 એવો પ્રબંધ કરે છે કે તકરારના સંદર્ભમાં જે દસ્તાવેજો પ્રકાશ ફેંકી શકે તેવા દસ્તાવેજો જો સામાપક્ષના કબ્જામાં હોય અને અદાલત સમક્ષ રજૂ થવા જરૂરી હોય તો તેવા દસ્તાવેજો રજૂ કરવા આદેશ કરવો જોઈએ. બંને વાદીઓએ મહત્વના પુરાવા પુછાવેલા છે અને પરિણામે આ અદાલત કોઈ યોગ્ય નિર્ણય ઉપર આવા પુરાવાના અભાવે આવી શકે નહી. અદાલત એડવોકેટ અર્જુન પટેલની દલીલો સાથે સહમત થઈ વાદીઓને એવો આદેશ કરેલ છે કે, આ માંગવામાં આવેલા તમામ ડોકયુમેન્ટ અને વિગતો

તેમણે રજૂ કરવી અને જો કોઈ દસ્તાવેજ તેના કબ્જામાં ન હોય તો તે સબંધે તેમણે સોગંદ ઉપર હકીકતો જાહેર કરવી. આ કેસમાં ગોરધનભાઈ સોરઠીયાના વારસો કાંતાબેન ગોરધનભાઈ સોરઠીયા, ગુજ. લલીતભાઈ ગોરધનભાઈ સોરઠીયાના વારસો તથા વિપુલભાઈ ગોરધનભાઈ સોરઠીયા વતી રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા તથા રવિન એન. સોલંકી રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj