પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ અધ્યક્ષ રાષ્ટ્રીય કામધેનુ આયોગ ડો વલ્લભભાઈ કથીરિયા જણાવે છે કે ગાયને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગાયને ’લક્ષ્મી’નું સ્વરૂપ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ગાય ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે.ગાયનું રક્ષણ કરવું અને તેની સેવા કરવી એ એક મહાન પુણ્યનું કાર્ય માનવામાં આવે છે.
આજે રાજ્યની પાંજરાપોળો-ગૌશાળાઓ વધુ પશુઓના બોજ નીચે દબાઈ રહી છે અને સારાં પશુઓને પણ પાંજરાપોળોમાં રહેવું પડે છે તેવા સંજોગોમાં ગાયને ગૌશાળા, પાંજરાપોળથી ઘરઆંગણા સુધી લાવવાના પ્રયાસ માત્ર ગરીબો માટે જ નહીં.
પરંતુ ગામ માટે પણ આશીર્વાદરૂપ પુરવાર થશે.જે ગામોમાં ગૌચર વિકસિત છે તેવાં ગામોમાં ગાયો આપવાનું કાર્ય કરવામાં આવે તો ચારાની સમસ્યા ન રહે અને આર્થિક રીતે ગાય પરવડી શકે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy