(જીગ્નેશ ભટ્ટ)
મોરબી, તા.13
મોરબી જિલ્લાના એસએમસીની ટિમની તપાસ બાદ હાલમાં ટંકારા પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઇ અને હેડ કોન્સટેબલ સામે હોટલમાં કરેલ જુગારની રેડમાં તોડ કાંડ મુદે ફરિયાદ કરવામાં આવી છે જેથી કરીને મોરબી જિલ્લા પોલીસ બેડામાં ખળભડાટ મચી ગયો છે ટંકારા પાસેના લજાઈ પાસે આવેલ હોટલમાં જુગારની રેડમાં કરવામાં આવી હતી અને તેમાં લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી હતી.
જો કે, એસએમસીની તપાસમાં 51 લાખનો તોડ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવેલ છે અને ખોટા પુરાવાને સાચા તરીકે લેવામાં આવ્યા હતા જેથી કરીને પોલીસ અધિકારી અને કર્મચારીની સામે મોટી કાર્યવાહી કરવામાં આવેલ છે.
ટંકારા તાલુકા પોઈસ સ્ટેશનના પીઆઇ વાય.કે. ગોહિલ અને તેની ટીમે ગત તા 27/10 ના રોજ લજાઈ નજીક વીરપર ગામની સીમમાં આવેલ કમ્પફર્ટ હોટલમા જુગારની રેડ કરી હતી ત્યારે હોટલના નંબર 105 માથી પ્લાસ્ટીકના કોઈન વડે તીન પત્તિનો જુગાર રમતા શખ્સો મળી આવ્યા હતા.
જેથી પોલીસે ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા (24), રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિલભાઈ રાજીભાઈ પટેલ, ભાસ્કર પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષ ગંગદાસભાઈ ઠુમ્મર, નિતેષ નારણભાઈ ઝાલરીયાની સામે ગુનો નોંધ્યો હતો અને
આ ગુનામાં રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજાને પકડવાનો ત્યારે બાકી હતો. પોલીસે રૂા.63.15 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
જો કે, પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી રવિ મનસુખભાઇ પટેલે તેનુ નામ ખોટું આપેલ છે જેથી તેનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ છે જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો.
ત્યાર બાદ આ મામલે ગુજરાતના પોલીસ વડાએ એસએમસીને તપાસ સોંપી હતી જેથી થોડા દિવસો પહેલા એસએમસીના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતનો કાફલો કમ્ફર્ટ હોટલે આવેલ હતી.
તપાસ કરી હતી ત્યાર બાદ ટંકારાના જે તે સમયના પીઆઇ વાય.કે. ગોહેલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આટલું જ નહીં પીઆઇ. વાય.કે. ગોહિલની અરવલ્લી અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીની દાહોદ જીલ્લામાં બદલી પણ કરવામાં આવી હતી.
ત્યાર બાદ હાલમાં મળી રહેલા માહિતી મુજબ એસએમસીના પીઆઇ આર.જી. ખાંટ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટંકારના પહેલા અને પૂર્વ પીઆઇ વાય.કે. ગોહિલ તેમજ હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.
જેમાં જણાવ્યુ છે કે, બંને રાજ્ય સેવક છે અને ખોટા પુરાવાને સાચા તરીકે બતાવીને આર્થિક લાભ મેળવેલ છે અને 51 લાખ રૂપિયા લીધા હોવાની માહિતી સામે આવેલ છે જેથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ અને હેડ કોન્સટેબલ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ અંગેની વધુ તપાસ લીંબડીના ડીવાયએસપી વી.એમ. રબારીને સોંપવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy