(સાગર સોલંકી / ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી, તા. 9
ધોરાજીના ઉપલેટા રોડ તરફ જવાના રસ્તે ખેતરમાં મહાકાય મગર ચડી આવી હતી. ધોરાજીનાં રસીકભાઈ વાગડીયાની વાડી જુના ઉપલેટા રોડ પર ભાદર નદીના પુલ નજીકના ખેતરમાં આ મહાકાય મગર દેખાઈ હતી આ અંગેની જાણ થતાં જ ધોરાજીનાં ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું.
આ મહાકાય મગર દેખાતા જ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. દેખાતા જ ફોરેસ્ટ વિભાગની ટીમે ઘણી મહેનત બાદ મગરનું રેસ્ક્યું કર્યું હતું. આ મગર અંદાજે 8થી 10 ફુટ અને 100 થી વધુ વજન ધરાવતી હતી અને આ મગરનું રેસ્ક્યુ કરીને તેને યોગ્ય સ્થળે મુકવામાં આવી છે.
મહાકાય મગરનું દોરડાથી બાંધીને રેસ્કયું કરાયું હતું. ધોરાજીનાં ખેતરમાં મહાકાય મગર જોતા જ લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા હતા અને લોકોએ આ મગરને તેની સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમના આરએફઓ નિહારિકાબેન પંડ્યા, સબનમબેન બ્લોચ, નરેશભાઈ સૂણા સહિતના લોકો એ રેસ્ક્યુ કરેલ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy