કસ્ટડિ યલ ડેથ: આવતીકાલે મૃતક હમીર રાઠોડની ઉત્તરક્રિયાના દિવસે જ સમાજનું મહાસંમેલન

Local | Rajkot | 20 April, 2024 | 03:54 PM
આરોપી એએસઆઈને ડિસમિસ કરો, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવો અને સુધા પાંડેને તપાસ સોંપો : અનુસૂચિત જાતિ સમાજની માંગ
સાંજ સમાચાર

►મૃતકના પરિવારજનો ગઈકાલે સાંજે ડીસીપીને મળ્યા, વિવિધ માંગો રજૂ કરી : એએસઆઈના ડિસમિસ કરવાના કાગળો તૈયાર કરાતા હોવાનું પોલીસ સુત્રોનો નિર્દેશ

રાજકોટ, તા.20

રાજકોટમાં હમીર ઉર્ફે ગોપાલ રાઠોડના કસ્ટડીયલ ડેથ કેસ મામલે આવતીકાલે તેની ઉત્તરક્રિયાના દિવસે જ અનુસુચિત જાતિ સમાજનું મહાસંમેલન મળશે તેવું આગેવાનો તરફથી જાણવા મળે છે. જોકે, સ્થળ અંગે સાંજે નિર્ણય લેવાઈ શકે છે. ઘટનાના 6 દિવસ બાદ પણ આરોપીને પોલીસ ન પકડી શકતા સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉપરાંત આરોપી એએસઆઈને ડિસમિસ કરવા, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા અને આઇપીએસ સુધા પાંડેને તપાસ સોંપવા માંગ કરાઈ છે. મૃતકના પરિવારજનો ગઈકાલે સાંજે ડીસીપીને મળ્યા હતા અને વિવિધ માંગો રજૂ કરી હતી. એએસઆઈના ડિસમિસ કરવાના કાગળો તૈયાર કરાતા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.

ગત તા.14 એપ્રિલની રાત્રે પાડોશીની માથાકૂટમાં સમાધાન કરાવવા શેરી ગયેલા હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઇ રાઠોડ(ઉ.વ.34)ને માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ ઉઠાવી ગયો હતો. તેની સાથે અન્ય એક યુવાને પણ પોલીસ મથકે લઈ ગયા હતા. હમીરને બેફામ માર મારવામાં આવેલો. જ્યારે સાથેના યુવાન રાજેશ સોલંકીને પણ માર મારવામાં આવેલો. રાત્રે પરિવારના લોકો પોલીસ મથકે ગયા હતા. પોલીસે છોડી મુકતા હમીરને ઘરે લાવવામાં આવેલ.

પોલીસ મથકે એએસઆઈ અશ્વિન જેઠા કાનગડે બેફામ માર માર્યો હતો. સવારે હમીર નીંદરમાંથી ન જાગતા તેને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 15મીએ માલવીયાનગર પોલીસ દ્વારા જાણી જોયને આરોપી એએસઆઈના નામ વગરની એફઆઈઆર નોંધી હતી અને તેમાં આઇપીસી 307 અને 323ની કલમ દર્શાવી હતી. 16મીએ સવારે હમીરનું સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવના પગલે અનુસૂચિત જાતિ સમાજના લોકો રોષ ભેર એકત્ર થયા હતા. એફઆઈઆરમાં આરોપીનું નામ ન હોય, અને આરોપીને પકડવામાં ન આવ્યો હોય મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરાયો હતો. હોસ્પિટલમાં ચોકમાં બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે મૃતદેહ રાખી દેખાવો કરાયા હતા. ત્યાં પથ્થર મારો અને તોડફોડ થઈ હતી. 

એટ્રોસિટી એકટ અને હત્યાની કલમો ઉમેરે એએસઆઈ અશ્વિનના નામ જોગ કોર્ટમાં રિપોર્ટ કરાતા અને 48 કલાકમાં આરોપીને પકડવા ખાતરી આપાતા મૃતદેહ સ્વીકારવામાં આવેલ. 48 કલાક બાદ પણ આરોપી ન પકડાતા પરિવારજનો અને ડી.ડી. સોલંકી, કરશનભાઈ રાઠોડ વગેરે અનુસૂચિત જાતિ આગેવાનોએ ગઈકાલે સાંજે ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં આરોપી એએસઆઈને ડિસમિસ કરવા, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી 6 મહિનામાં જ ચુકાદો લાવવા અને રાજકોટ ઘંટેશ્વર એસઆરપી જૂથના સેનાપતિ આઇપીએસ સુધા પાંડેને તપાસ સોંપવા માંગ કરાઈ હતી. આગેવાનોએ જણાવ્યું કે, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા અને આરોપીને ડિસમિસ કરવા પોલીસ કાર્યવાહી કરશે. એટલે બે માંગો સ્વીકારી છે. જ્યારે આઇપીએસ સુધા પાંડેને તપાસ સોંપવી હોય તો તે ગૃહવિભાગમાંથી જ નિર્ણય લઈ શકાય તેમ હોવાથી હવે કલેકટર મારફત ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj