જાન્યુઆરી-જુલાઈના છમાસિક ગાળામાં કેન્દ્ર અને રાજય સરકારના કર્મચારીના ડીએ વધશે

ચુંટણી પુર્વે જ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે

India, Politics | 24 February, 2024 | 02:32 PM
હાલ મળતુ 46 ટકા ડીએ 50 ટકા થઈ જશે: આગામી મહિને જાહેરાત: કેન્દ્રના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનર ઉપરાંત રાજયના કર્મચારીઓ અને પેન્શનરોને પણ લાભ મળશે
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.24
આગામી માસમાં જાહેર થનારી લોકસભા ચુંટણી પુર્વે જ કેન્દ્રના કર્મચારીઓ માટે ચાર ટકા મોંઘવારી ભથ્થા વધારાનો નિર્ણય જાહેર કરી દેવાશે અને હાલ જે 46 ટકા મોંઘવારી ભથ્થુ મળે છે તે વધીને 50 ટકા થઈ જશે. એક વખત લોકસભા ચૂંટણી જાહેર થઈ ગયા પછી જાન્યુ. થી જુલાઈ માસના સમયગાળાનું મોંઘવારી ભથ્થુ વધારવા માટે ચુંટણીપંચ પાસે મંજુરી જરૂરી બનશે.

પરંતુ અત્યાર સુધીના જે છુટક ફુગાવાના ડેટા મળ્યા છે તેમાં બાર માસની એવરેજ મુજબ 392.83 બેઈઝ પર મોંઘવારી ભથ્થુ નકકી થશે જેના આધારે મોંઘવારી ભથ્થાનો આંક 50.25 ટકા થઈ જશે. કેન્દ્રીય તથા રાજયોના કર્મચારીઓને તેમના પગારના બેઝીકના 50 ટકા ડીએ મળવા લાગશે.

છેલ્લે ઓકટોબર 2023માં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરાયો હતો અને કુલ 46 ટકા મોંઘવારી ભથ્થુ થયુ હતું. એક વખત કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થાનો નિર્ણય લે પછી ત્યારબાદ રાજયો પણ મોંઘવારી ભથ્થા વધારાનો નિર્ણય લેશે તે નિશ્ચિત છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj