ડીજીપી કપ : ટી20માં રાજકોટ સિટી અને વન-ડેમાં રાજકોટ રેન્જની ટીમ ચેમ્પિયન

Saurashtra, Sports | Rajkot | 08 April, 2024 | 05:05 PM
પીએસઆઇ કે.એ. ગોહિલની કેપ્ટનશિપમાં રેન્જની ટીમે વેસ્ટર્ન રેલવે પોલીસની ટીમને 88 રને પરાસ્ત કરી, પીઆઈ બી.ટી. ગોહિલની કેપ્ટનશિપમાં રાજકોટ સિટી પોલીસ એસઆરપી ટીમ સામે 5 વિકેટે વિજેતા થઈ
સાંજ સમાચાર

રાજકોટ, તા.8
ડીજીપી કપ - 2024ની ટુર્નામેન્ટ ખૂબ જ રસપ્રદ રહી હતી. આ ટુર્નામેન્ટમાં ટી20માં રાજકોટ સિટી પોલીસની ટીમ અને વન-ડેમાં રાજકોટ રેન્જની ટીમ ચેમ્પિયન થઈ છે. પીએસઆઇ કે.એ. ગોહિલની કેપ્ટનશિપમાં રેન્જની ટીમે વેસ્ટર્ન રેલવે પોલીસની ટીમને 88 રને પરાસ્ત કરી હતી. પીઆઈ બી.ટી. ગોહિલની કેપ્ટનશિપમાં રાજકોટ સિટી પોલીસ ટીમ એસઆરપી ટીમ સામે 5 વિકેટે વિજેતા થઈ હતી.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઈ, ડીસીપી સજનસિંહ પરમાર, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ સિટી પોલીસની ટીમ વનડેમાં કવાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી અને ટી 20માં એસઆરપી ટીમ સામે ફાઇનલ મેચમાં ખેલાડીઓએ પોતાનું કૌતુક બતાવી જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, પીઆઈ બી.ટી. ગોહિલની કેપ્ટનશિપમાં રાજકોટ સિટી પોલીસની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની છે.

અગાઉ વર્ષ 2016 અને વર્ષ 2023માં વનડેમાં ડીજીપી કપ હાંસલ કર્યો હતો. જ્યારે આ વખતે ટી 20માં જબરદસ્ત જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આ 30માં ડીજીપી કપનું આયોજન કરાયું હતું. જેમાં જુદા જુદા જિલ્લા-રેન્જ અને કમિશનરેટ વિસ્તારની પોલીસ અધિકારી-કર્મચારીઓની ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજકોટ સિટી પોલીસની ટીમ 14 વખત વિજેતા થઈ છે.

આ તરફ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જની ટીમે 30 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ડીજીપી કપ જીતી ગૌરવ વધાર્યું છે. રાજકોટ રેન્જની ટીમે પીએસઆઇ કે.એ. ગોહિલની કેપ્ટનશિપમાં કવાર્ટર ફાઇનલની મેચમાં આ ટુર્નામેન્ટમાં જીતની દાવેદાર ગણાતી બે ટીમો રાજકોટ સિટી પોલીસ અને અમદાવાદ સિટી પોલીસની ટીમને પરાસ્ત કરી ફાઇનલમાં વેસ્ટર્ન રેલવે ટીમને હરાવી પ્રથમ વખત ડીજીપી કપ હાંસલ કરતા અભિનંદન વર્ષા થઈ રહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj