ઈસરોના લોન્ચ પેડ અંગેના ડીએમકેના વિજ્ઞાપનમાં ચીનનો ઝંડો જોઈ ભાજપના વાક્ પ્રહાર

India | 28 February, 2024 | 05:44 PM
આ છે તેમની ચીન પ્રત્યેની પ્રતિબદ્ધતા: તામિલનાડુ ભાજપ અધ્યક્ષ કે.અન્નામલાઈએ ભાજપ પર નિશાન સાધ્યું
સાંજ સમાચાર

ચેન્નાઈ (તામિલનાડુ),તા.28
તામિલનાડુ ભાજપ અધ્યક્ષ કે.અન્નામલાઈએ ડીએમકેના એક વિજ્ઞાપન શેર કરીને દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) પર જોરદાર નિશાન સાધી જણાવ્યું હતું કે ડીએમકે મંત્રી થિરુ અનિતા રાધાકૃષ્ણન દાસ દ્વારા આજે મુખ્ય તમિલ દૈનિકોને આપવામાં આવેલ વિજ્ઞાપન ચીન પ્રત્યે ડીએમકેની પ્રતિબદ્ધતા આપણા દેશની સંપ્રભુતા પ્રત્યે તેમની પૂર્ણ ઉપેક્ષાનું પ્રતીક છે.

ખરેખર તો ઈસરોના લોન્ચ પેડને લઈને ડીએમકેએ એક વિજ્ઞાપન આપ્યુ છે, જેમાં ચીનનો ઝંડો છે જેને લઈને ભાજપે ડીએમકે પર જોરદાર પ્રહારો કર્યા છે કે અન્નામલ્લાઈએ એવો કટાક્ષ કર્યો છે કે આ છે ડીએમકેની સેના (ચીન) પ્રત્યેની પ્રતિબદ્ધતા. કે.અન્નામલાઈએ ડીએમકેને ભ્રષ્ટાચારી પાર્ટી પણ કરી.

તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના મામલે ઉંચી ઉડાન ભરનારી ડીએમકે કુલસેકરાપટ્ટિતમમાં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના બીજા લોન્ચ પેડની જાહેરાત બાદ આ પોસ્ટર ચોટાડવા માટે વ્યાકુળ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj