નવા મકાનમાં ટેકસમાં મુકિત માટે મિલકત પર કબ્જાની તારીખ મહત્વની: આઈટીએટી

India | 25 May, 2024 | 10:41 AM
એનઆરઆઈ દંપતીના કેસમાં મુંબઈની ઈન્કમટેકસ અપીલીય ટ્રિબ્યુનલનો ચુકાદો
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.25
જો આપ નવુ મકાન ખરીદી રહ્યા છો અને ટેકસમાં છૂટ ઈચ્છો છો તો આ છૂટ ત્યારે મળશે જયારે નવા મકાનનું પઝેશન (કબજો) આપને નિશ્ચિત સમયમાં મળી જાય.
અહેવાલો મુજબ મુંબઈનાં ઈન્કમટેકસ અપીલીય ટ્રિબ્યુનલ (આઈટીએટી)એ હાલમાં જ એનઆરઆઈ સાથે જોડાયેલા એક કેસમાં નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે ‘ઈન્કમ ટેકસના સેકશન 54 અંતર્ગત ટેકસ લાભ મેળવવા માટે પ્રોપર્ટીનાં પઝેશનની તારીખ સૌથી વધુ જરૂરી છે.

ટેકસમાંથી મુકિત મેળવવા માટે નવા મકાનમાં રોકાણ એક નિશ્ચિત સમય સીમામાં જયારે આપ જુનુ ઘર વેંચીને નવુ ઘર ખરીદો છો. તો નવા ઘરમાં જેટલા પૈસા લાગે છે એટલા જ જ જુના ઘરના વેચાણથી થયેલા થયેલ લોંગ ટર્મ કેપીટલ ગેઈન પર લાગનારા ટેકસથી ઓછો થઈ જાય છે. આથી આપને ટેકસમાં વધુ બચત થાય છે. પ

ણ મહત્વનુ એ છે કે આ છૂટ ત્યારે મળશે જયારે નવા ઘરમાં રોકાણ નિશ્ચિત સમયની અંદર થઈ જાય.આ સમય નવા ઘર પર પઝેશન મળવાની તારીખથી નકકી થાય છે નિર્માણ શરૂ થવાની તારીખથી નહિં. આ નિયમના હિસાબે નવુ મકાન ખરીદવા માટે આપની પાસે બે વિકલ્પ છે.પ્રથમ જુનુ મકાન વેચવાની તારીખથી એક વર્ષ પહેલા કે બે વર્ષ બાદ કે પછી જુનુ મકાન વેચવાની તારીખથી ત્રણ વર્ષની અંદરમાં નવુ મકાન બનીને તૈયાર થઈ જવુ જોઈએ. કરમાં મુકિત મેળવવા માટે આ સમય સીમાઓનું પાલન કરવુ જરૂરી છે.

આખરે શું હતો મામલો?:
ખરેખર તો આ મામલો નાણાંકીય વર્ષ 2010-11 માં એક એનઆરઆઈ દંપતીનો છે. ત્યારે આવકવેરા અધિકારીએ તેમને ટેકસમાં છૂટ દેવાનો ઈન્કાર કર્યો હતો. બન્નેની ટેકસેબલ ઈન્કમ 36 લાખ રૂપિયા નકકી કરી હતી. તેના પર દંડ પણ લગાવાયો હતો.

આ મામલો બાદમાં મુંબઈની ઈન્કમટેકસ અપીલીય ટ્રિબ્યુનલમાં પહોંચ્યો હતો. જયાં આઈટીએટીએ એનઆરઆઈ દંપતીના પક્ષમાં ફેંસલો આપ્યો હતો.ત્યારે ટ્રિબ્યુનલનું કહેવુ હતું કે માત્ર પર્ચેસ એગ્રીમેન્ટ પર સહી કરવાથી નવુ મકાન નથી ખરીદાતું. બલકે પઝેશન મળ્યા બાદ ખરીદ પ્રક્રિયા પૂરી થાય છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj